Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જુના સ્ખ્વ્ તેમજ ઘ્લ્વ્ કાયદા હેઠળ વેરા સમાધાન યોજના જાહેર કરવા રજૂઆત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ :   સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યનાં નાણામંત્રી કનુભાઇ દેસાઈને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે અગાઉ ૨૦૧૯ માં જુના સ્ખ્વ્ તેમજ ઘ્લ્વ્ કાયદા હેઠળ વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે પરંતુ તે સમયે કોવીડ પેન્ડેમિક સિચ્યુએશનનાં કારણે ધંધા અને વ્યવસાયકારોની નાણાકીય હાલત નબળી હોય આ સ્કીમનો લાભ લઇ શકેલ નથી . ૨૦૨૨માં જાહેર કરેલ વેરા સમાધાન યોજનામાં ઘણાં બધા કેસોનો સમાવેશ કરવામાં આવેલ નથી . ૨૦૨૨ ની યોજના ફકત જે લોકોએ ધંધો બંધ કરી દીધો છે તેને જ લાગુ પડે છે . આથી વેરા સમાધાન યોજના જાહેર કરવાની જરૃર છે તેમ રજૂઆત કરેલ છે . સ્ખ્વ્ કાયદા હેઠળ ૩૧.૦૭.૨૦૧૭ સુધીની તમામ આકારણી પૂર્ણ થઇ ગયેલ છે . વેરાશાખની મેળવણી ન થઇ શકવાના કારણે ઘણી મોટી ડીમાંડ ઉભી થયેલ છે . જેમાં વ્યાજ અને દંડનો સમાવેશ પણ થાય છે .

કોવીડનાં સમયમાં ધંધાના મુખ્ય માણસનું અવસાન થવાથી કે નાણાંકીય પ્રશ્નોનાં કારણે ઘણા બધા લોકોએ ધંધો બંધ કરેલ હોય વેરાશાખની મેળવણી શક્ય નથી . પ્રમાણિક નોંધણી નંબર ધરાવનાર વેપારીને તેના કોઈ પણ વાંક - ગુના વિના વેરો , વ્યાજ તથા દંડ ભરવાનો થાય છે આવા સંજોગોમાં સમગ્ર વ્યાજ તથા દંડની રાહત આપવા રજૂઆત કરેલ છે . હાલમાં બોગસ બિલીંગ કરનારા પાસેથી ખરીદી કરેલ હોય તેવા પ્રમાણિક કરદાતાઓને પણ વેરાશાખ નામંજૂર થતા વેરો , વ્યાજ તથા દંડ ભરવાની જવાબદારી ઉપસ્થિત થયેલ છે . આવા સંજોગોમાં જે વેપારીઓનાં કુલ ટર્નઓવરનાં ૧૦ ્રુ થી ઓછી આવી ખરીદીઓ હોય તેમને વ્યાજ તથા દંડની સંપૂર્ણ રાહત આપવા તથા તેનાથી વધારે ખરીદી હોય તેને દંડમાંથી સંપૂર્ણ રાહત આપવા રજૂઆત કરેલ છે . કેન્દ્રીય વેચાણવેરા કાયદા હેઠળની આકારણીમાં ઘ્ જ્બ્ય્પ્લ્ કે અન્ય ફોર્મ્સ રજુ ન થવાથી મોટી રકમની વેરા , વ્યાજ અને દંડની જવાબદારી ઉભી થયેલ છે . કોવીડનાં કારણે ઘણા બધા લોકોએ વિવિધ કારણોસર ધંધો બંધ કરેલ છે હોય તેમની પાસેથી ઘ્ જ્બ્ય્પ્લ્ મેળવવા અશક્ય બની ગયેલ છે . તે ઉપરાંત આવા ફોર્મ અન્ય રાજ્યના વેપારી પાસેથી મેળવવાના હોય છે . ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ઘ્ જ્બ્ય્પ્લ્ મેળવવાની પ્રક્રિયાઓ મુશ્કેલીભરી હોય ઘ્ જ્બ્ય્પ્ સમયસર મેળવી શકાતા નથી આથી વેરો , વ્યાજ અને દંડ ભરવાની જવાબદારી ઉભી થાય છે .

 આવા કિસ્સામાં સંપૂર્ણ વ્યાજ તથા દંડ માફ કરવા રજૂઆત કરેલ છે. સ્ખ્વ્ કાયદા અન્વયે તથા કેન્દ્રીય વેચાણ વેરા કાયદા હેઠળ મોટી રકમની ડીમાન્ડ ઉપસ્થિત થયેલ છે. આ ડીમાન્ડમાં વ્યાજ તથા દંડની ટકાવારી ઉંચી હોય વેપારીઓ આ રકમ ભરી શકતા નથી આથી જો વ્યાજ તથા દંડની રકમ માફ કરવામાં આવે તો વેપારીઓ વેરાની રકમ ભરી આપવા સંમત હોય છે. આથી લિબરલ વેરા સમાધાન યોજના જાહેર કરવાથી લગભગ તમામ ડિમાન્ડ ભરપાઈ થઇ જવાની શક્યતા છે.  આ યોજના વહેલી તકે જાહેર કરવા   અનુરોધ કરવામાં આવેલ છે

(12:39 pm IST)