Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કચ્છના ઘોરાડ અભ્યારણમાં આગ, આસપાસના ગ્રામજનોએ આગ બુઝાવવા કરી જહેમત:

"લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષી સામે ઉદ્યોગોના ભય પછી આગે સર્જી ચિંતા

ભુજ : દેશમાં રાજસ્થાન ઉપરાંત માત્ર કચ્છમાં જ ગણ્યા ગાંઠયા ઘોરાડ પક્ષીઓ છે. જેને ધ્યાને લઈ નલિયા અને આસપાસના ઘોરાડ પક્ષી ધરાવતા વિસ્તારમાં અભ્યારણ જાહેર કરાયું છે. તે વિસ્તારમાં વધી રહેલા ઉધોગોને કારણે ઘોરાડ પક્ષીઓના અસ્તિત્વ સામે ભય વધ્યો છે. તે વચ્ચે આ સેંચુરી અભ્યારણ લાલા બુડીયા ધોરાડ સેન્ચુરી મા એકાએક આગ લાગતા આસપાસના ગ્રામજનોએ આગ બુઝાવવા સામૂહિક પ્રયાસો આદર્યા હતા. અંદાજે સોએક એકર જમીન પર આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ સતત ત્રણ કલાક સુધી ટ્રેકટરો અને ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકે તંત્રનું ધ્યાન દોરી ૧૦૦ થી ૧૫૦ જેટલા ગ્રામજનો એ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી.

(9:09 pm IST)