Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભસ્વામીને 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ

તડીપાર નોટીસ બાબતે હાઈકોર્ટમાં ઘનશ્યાવલ્લભસ્વામી પીટીશન દાખલ કરશે.

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામવલ્લભસ્વામીને બોટાદ ડેપ્યુટી કલેકટરે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. ૩૦૭ જેવા ગુન્હા અને અલગ અલગ ગુન્હામાં મદદગારી કરવા બદલ તડીપારની નોટીસ ફટકારવામાં આવી છે .અગાઉ આચાર્ય પક્ષના એસપી સ્વામીને પણ તડીપારની નોટીસ આપવામાં આવી છે. તડીપાર નોટીસ બાબતે હાઈકોર્ટમાં ઘનશ્યાવલ્લભસ્વામી પીટીશન દાખલ કરશે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થાન ધરાવતુ બોટાદ જિલ્લાનું ગઢડા ગામ. ભગવાન સ્વામીનારાયણ પોતે ૨૯ વર્ષ ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મભુમી બનાવેલ જેથી ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિરથધામ ગણાય છે. ગઢડામાં આવેલ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલું છે . જેમાં છેલ્લા દોઢેક વર્ષથી દેવપક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કંઈકને કઈક વિવાદમાં આવતું રહ્યું છે. થોડા સમય પહેલા બોટાદ જિલ્લાના નાયબ કલેકટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને ૬ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી હતી.

ત્યારે ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યાવલ્લભસ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટર દ્વારા ૬ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે .જેમાં અગાઉ 2007 અને 2018 માં થયેલ 307 સહિત જાહેરનામા ભંગ અને અલગ અલગ ગુન્હાઓમાં મદદગારી કરવા બદલ બોટાદ ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી તડીપાર માટેની નોટીસ ફટકારી છે .

(9:11 pm IST)