Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સુરતના હનીટ્રેપના આરોપીને સાવરકુંડલાના સીમરણ ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

અમરેલી-સાવરકુંડલા, તા.૨: અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેર્બંના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ નાસતા ફરતાં આરોપીઓને પકડવા લગત પ્રેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે ર્ંસુરત શહેર સરથાણાના હનીટ્રેપના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી સંદિપ નનકુભાઇ વાળા ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.સીમરણ તા.સાવરકુંડલા જી.અમરેલીવાળાને તા.૩૧/૩/૨૦૨૧ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનને સોંપવા સારૃં તજવીજ કરેલ છે.

આ કામે આરોપી તથા તેના સાગરીતોએ સાથે મળી પૂર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ કરી ફરીયાદીની વોટસએપ નંબર પર બિભત્સ વિડીયો આવેલ જે વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ ન કરવા તેમજ આરોપીએ પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપી એક લાખ રૂપીયાની ખંડણી માંગી હતી.

(10:25 am IST)