Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સાવરકુંડલામાં રેશનિંગના ગોડાઉનમાંથી અનાજ ઓછું આપતા હોવાનું કૌભાંડ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨: સરકારી રેશનિંગ ગોડાઉનમાંથી અનાજની ફાળવણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી થતી હોવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.

આ અંગેના માળતાં અહેવાલ એવા પ્રકાર ના છે કે દર મહિને સરકાર શ્રી દ્વારા અનાજ પુરવઠો ની ફાળવણી કરવા માં આવતી હોય છે ત્યારે સાવરકુંડલા ખાતેના સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાંથી સસ્તા અનાજના વિક્રેતાઓને પુરવઠા ફાળવણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાનું જબરૂ કૌભાંડ બહાર આવવા પામેલ હતું જેમાં સરકારી અનાજમાં ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનદારોને અનાજની ફાળવણીમાં ૫૦ કિલો અને ૫૦૦ ગ્રામ બારદાન સહિતની ફાળવણી કરવાની હોય છે તેમ સરકારી અનાજ ગોડાઉનમાંથી ૪૮ કીલો અને ૯૦૦ ગ્રામ બરદાન સહિત આપવા માં આવે છે એટલે એક ગુણ દીઠ એક કિલો અને સો ગ્રામ ઓછું અનાજ છે.

એટલે એક ગુણમાં એક કિલો અને સો ગ્રામ ઓછું હોય છે તો એક રેશનિંગની દુકાને ૪૨૫ ગુણની ફાળવણી કરવાની હોય છે એટલે એક દુકાન ડિટ ૬૩૭ કિલો કુલ અનાજ ઓછું આપાઈ છે એટલે સાવરકુંડલા શહેરમાં કુલ ૧૮ રેશનિંગની દુકાન છે તે તમામ દુકાન વાળાઓની અનાજ ઓછું મળે છે તેવી ફરિયાદ પણ છે એટલે ૫૦ કિલો ગુણમાં ૧ કિલોથી વધારે અનાજ ઓછું મળતું હોવાથી શહેરની કુલ ૧૮ દુકાનોમાં ૧૧૪૬૬ કિલો અનાજ ઓછું અપાઈ રહ્યું છે તે કેવડો મોટો ભ્રષ્ટાચાર થઈ રહયો છે એટલે આ અંગે તપાસ થવી જરૂરી છે સ્થાનિક થી માડી ઉચ્ચ કક્ષા સુધી સહી દિશામાં તપાસ કરવામાં આવે તો આ કૌભાંડનો પર્દાફાશ થાય તેમ કોઇ શંકાને સ્થાન નથી.

(10:25 am IST)