Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ચારેય આરોપીઓને પોલીસની ટીમ દ્વારા કચ્છ લવાશે

ભુજ તા. ૨ : જી.કે જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગા ભાગી જવાના પ્રકરણમાં આરોપીના જાપ્તામાં રહેલા અને આરોપીને ભાગવામાં જેઓની બેદરકારી સામે આવી છે. તેવા પીએસઆઇ આર.બી.ગાગલ અને કોસ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા.

આરોપી પોલીસ કર્મીઓની પુછતાછમાં અન્ય એક પીએસઆઇ એન.કે.ભરવાડ અને એએસઆઇ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવતાં પોલીસે તેમની પણ ધરપકડ કરીને સોમવાર સુધી રિમાન્ડ પર લીધા છે. જાપ્તામાં રહેલા આરોપીના મિત્રોને મળવા માટે છુટછાટ આપી ફરજમાં બેદરકારી કરી હોવાનું સામે આવ્યું હતું.

 

(11:01 am IST)