Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જુનાગઢનું વંથલી હવે 'વામનસ્થળી' શહેર તરીકે ઓળખાશે

નગરપાલિકાની બેઠકમાં ઠરાવ : વામન ભગવાને અહી અવતાર લીધો હોવાથી ગૌરવવંતા ઇતિહાસને મહત્વ અપાયું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨ : જુનાગઢ જિલ્લાનું વંથલી ગામ હવે 'વામનસ્થળી' શહેર તરીકે ઓળખાશે. વંથલીમાં વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને નવું નામકરણ કરવા ઠરાવ કરાયો હતો.

જયાં વિશ્વનું એક માત્ર વામન ભગવાનનું મંદિર આવેલ છે તે વંથલી શહેરનું  નામ વામનસ્થળી કરવા વંથલી નગરપાલિકા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા દ્વારા વંથલી નગરપાલિકાને  પત્ર લખી રજુઆતમાં આવી હતી કે વંથલી પૌરાણિક નગર છે.

હાલના સમયમાં પણ અહીં ઐતિહાસિક વારસો સચવાયેલછે પૌરાણિક કથા મુજબ વામન ભગવાન અહીં અવતાર લીધો હતો ત્યારે વામનસ્થળી હતું પરંતુ હવે વંથલી તરીકે ઓળખાય છે ત્યારે આ ગૌરવવંતા ઇતિહાસને પૂર્નજીવિત કરી ફરીથી આ શહેરનું નામ વામનસ્થળી કરવા જણાવ્યું હતું. ત્યારે વંથલી નગરપાલિકાની બેઠકમાં ૨૪માંથી ૨૩ સભ્યોએ નામ બદલવા માટે સમર્થન આપ્યું છે ત્યારે આ અંગે તાત્કાલિક યોગ્ય કરી વામન ભગવાનના આ ઐતિહાસિક શહેરનું નામ વામનસ્થળી કરવા જણાવ્યું છે.

(11:02 am IST)