Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોડીનારના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો કૃષિ ક્ષેત્રની ભરતીનો મુદ્દો

કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠન (ભાવેશ સોલંકી)ની લડતનો મુદ્દો ઉઠાવ્યો

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૨: રાજયમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગ્રામસેવક,ખેતી મદદનીશ જેવી અનેક કૃષિ ક્ષેત્રની ભરતીઓ થઈ નથી,જેના અનુસંધાનમાં કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠનના મુખ્ય કન્વિનર અહીર ભાવેશ સોલંકી દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે.

કૃષિ ભરતીઓ બાબતે કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા અનેક વખત લેખિત,રૂબરૂ,પત્રો અને આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરવામાં આવી હતી,પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ મળેલ ન હોવાથી કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા ધારાસભ્ય મોહનભાઈ વાળાને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા વિધાનસભામા કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠનની લડતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ૫૦૦ થી ૧૦૦૦ ખેડૂતો વચ્ચે એક ગ્રામસેવકની સંખ્યા હોવી જોઈએ એના બદલે ગ્રામસેવકની ભરતી કરવામાં આવી નથી,તેમજ ૨૦૧૮ના બજેટમાં નાણાં મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ૨૭૭૧ આસપાસ કૃષિ ભરતીઓ કરવાની વાત કરવામાં આવી હતી અને કૃષિ વિદ્યાર્થીઓ દ્વારા કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા ૫૦૦ થી વધુ પત્રો,૪૦ થી વધુ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા છતાં કૃષિ વિભાગમાં ભરતી થઈ નથી જેના કારણે બેરોજગારી રહે સાથે સાથે જગ્યાઓ ખાલી રહેતા ખેડૂતોના કામ જે ગતિ થી થવા જોઈએ તે ગતિ થી થતા નથી.ધારાસભ્ય મોહનભાઈ વાળા દ્વારા વિધાનસભ માં કૃષિ ભરતીનો મુદ્દો ઉઠાવાતા કૃષિ વિદ્યાર્થી એકતા સંગઠનના ભાવેશભાઈ સોલંકીએ કૃષિ વિદ્યાર્થીઓ વતી ધારાસભ્ય મોહનભાઈ વાળા અને શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિકભાઈ ઉપાધ્યાયનો આભાર વ્યકત કર્યો હતો.

(11:34 am IST)