Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સોમનાથ જીલ્લામાં ઉનાળુ વાવેતરના મંડાણ

સૌથી વધુ વેરાવળ તાલુકામાં અને સૌથી ઓછંુ વાવેતર થયું ઉના તાલુકામાં: હાલને તબકકે ૩ર૪રપ હેકટરમાં વાવેતર થયું

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર :.. ગીર સોમનાથ જીલ્લામાં ઉનાળુ વાવેતરના મંડાણ થઇ ચુકયા છે. જીલ્લાની ખેતીવાડી શાખાનાં જણાવ્યા મુજબ તા. ર૬-૩-ર૧ ની સ્થિતીએ જીલ્લામાં ના છ તાલુકામાં કુલ ૩ર૪રપ હેકટરમાં વાવેતર થયું છે.

જેમાં ગીર-ગઢડામાં ૪૪૬૦, કોડીનારમાં ૬૧ર૭, સુત્રાપાડા ૩૬૭૦, તાલાલા પ૮૯૪, ઉના ૩૩૬૪ અને વેરાવળ ૮૯૧૦ હેકટરમાં વાવેતર થયેલ છે.

વાવેતરમાં સમગ્ર જીલ્લામાં પ૩૯૦ બાજરી, મગ ૭૩૪પ, અડદ પ૪ર૪, મગફળી ૪૩૮, તલ ૩૪૪ર, રપ ડુંગળી, પ૭૯ શેરડી, શાકભાજી ર૯૮૩, ઘાસચારો ૬પ૬૯, ચોળી ર૩૦ હેકટરનો સમાવેશ થાય છે.

સૌથી વધુ મગ વવાયા તાલુકાવાર ગીરગઢડા ૧૦૧૦, કોડીનાર ર૩૩પ, સુત્રાપાડા ૮૩૦, તાલાલા ૧૧૮પ, ઉના ૩૬પ હેકટરમાં મગફળી વાવેતર ૪૩૮ હેકટર જેમાં ગીર-ગઢડા રપપ, કોડીનાર પ, સુત્રાપાડા પ, તાલાલા પ૪, ઉના પ૯, વેરાવળ ૬૦ હેકટરમાં જીલ્લામાં ડુંગળી વાવેતર માત્ર રપ હેકટર ઉનામાં થયું છે.

શાકભાજી અને ઘાસચારો વાવેતર પણ થયેલ છે જેમાં ર૯૮૩ હેકટર ર૦પ ગીરગઢડા, ૩ર૦ કોડીનાર, ૪૦ સુત્રાપાડા, તાલાલા ૭૧૦, ઉના ૩૯૮, વેરાવળ ૧૩૧૦ હેકટરમાં શાકભાજી વવાયું છે. તો જીલ્લામાં ૬પ૬૯ હેકટરમાં ઘાસચારો વવાયો છે.

પાણીની ઉપલબ્ધી - સિંચાઇ આશાવાદ અને આગામી ચોમાસું સારું - સમયસર આવશે તેવી ધારણા અને ખેત જીવન ચાલતું જ રહે તેવું ગણત્રી-જોખમ સાથે હજુ વાવેતર વધવા સંભવ છે.

(11:34 am IST)