Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઉનાની માણેકપુરની વાડીમાં પ્રેસર મશીનમાં પગ આવી જતાં મજૂરનું કમકમાટી ભર્યુ મોત

(નવીન જોષી, નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ર :.. તાલુકાના માણેકપુરની વાડીમાં મજૂરી કામ કરતા બાબુભાઇ ઝીણાભાઇ બાંભણીયા (ઉ.પ૦) ના બન્ને પગ ચણા કાઢવાના ચાલુ પ્રેસર મશીનમાં અકસ્માતે આવી જતા બાબુભાઇનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.

ઉના તાલુકાના માણેકપુર ગામના બાબુભાઇ ઝીણાભાઇ બાંભણીયા (ઉ.પ૦) ખેત મજૂરો સાથે મજૂરી કામ કરવા ખાંભા તાલુકાના રબારીકા ગામના વાડી વિસ્તારમાં દેવશીભાઇના ખેતરે ચણા કાઢવા મજૂરી કામ કરતા હતા પ્રેસરમાં આવી જતા રાડારાડી કરી પડી જતા મશીન બંધ કરી મહામુસીબતે મજૂરોએ ગંભીર ઇજા સાથે દવાખાને સારવાર માટે લાવતા હતાં ત્યાં રસ્તામાં મૃત્યુ થતા દવાખાને પી. એમ. કરવા લાવેલ હતાં તેના પરિવાર કમાનાર મોભીનું મોત થતા શોક છવાઇ ગયો છે.

(11:36 am IST)