Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સોમનાથ પ્રભાસપાટણના પોલીસ ઇન્સ્પેકટર તરીકે ચાર્જ સંભાળતા એન.એમ.આહીર

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.ર : ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ ઇન્સ. બદલીઓમાં સોમનાથ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન નવનિયુકત પો.ઇન્સ એન.એમ.આહિરે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો.

તા.૧-૬-૧૯૭૬ના અંકલેશ્વર ખાતે જન્મેલા તેઓ રાષ્ટ્ર સેવા જોમ જુસ્સા ધગશ સાથે ૨૦૧૦માં રાજય પોલીસદળમાં જોડાયા પીએસઆઇ તરીકે સુરત ગ્રામ્ય કામરેજ, સુરત, ક્રાઇમ બ્રાંચ, ભરૂચ ક્રાઇમ બ્રાંચ, આણંદ, બોરસદ, પેટલાદ, ભાદરણ અને પ્રમોશનથી તાલાલ સીપીઆઇ બન્યા હતા.

તેઓએ તાલાલાના કાર્યકાળ દરમિયાન આકોલવાડીનો બહુજ ચકચારી અટપટો ખૂન કેસ ઉકેલયો તેમજ રર જેટલા લુંટ અપહરણના કેઇસોના આરોપીઓને જેલહવાલે કર્યા તથા ત્રણ જીલ્લાના લુંટ ધાડના આરોપીને ભરૂચ ખાતે ઝડપ્યા તેમજ સુરત, આણંદ, ભરૂચ, પેટલાદ ખાતે ઝાબાજ શ્રેષ્ઠ કામગીરીથી પોલીસ રાજય ગૌરવ વધાર્યુ. પ્રભાસપાટણના પીઆઇ જી.એમ.રાઠવાની સોમનાથ મંદિર સુરક્ષામાં બદલી થતા તેના અનુગામી તરીકે નિમણુંક તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ચાર્જ સંભાળ્યો અને પોલીસ મથક જાણકારી મેળવી કાર્ય આરંભ કર્યો છે.

(11:38 am IST)