Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાવનગરમાં કોરોનાએ એકનો ભોગ લીધોઃ લીંબડી બંધ

ગોહિલવાડમાં વધુ ૪૩ પોઝીટીવ કેસઃ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં સંક્રમણ રોકવા વેપારીઓ દ્વારા સ્વયંભુ વેપાર-ધંધા બંધ રખાયા

વઢવાણઃ તસ્વીરમાં લીંબડી બંધ અને ભાજપ દ્વારા રસીકરણ કેમ્પની તસ્વીર નજરે પડે છે (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

રાજકોટ, તા. ૨ :. કોરોના મહામારી ધીમે ધીમે વધુ પ્રસરતી જાય છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ પોઝીટીવ કેસના આંકડા પણ વધે છે.

આવી સ્થિતિમાં ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું લીંબડી આજે સ્વયંભુ બંધ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર જિલ્લામા નવા ૪૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૯૭૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૬ પુરૂષ અને ૭  સ્ત્રી મળી કુલ ૩૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં પાલડી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ગઢુલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨ , સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાનાં પચ્છેગામ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૦ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં વધતા જતા કોરોના ના કેસ આ મામલે વેપારી એસોસીએશન ના વેપારીઓ ચિંતામાં મુકાયા હતા અને વધતા જતા કોરોના ના કેસ મામલે લીમડી ની જનતા પણ ચિંતામાં મુકાઇ હતી જેને લઇને લીમડી વાસીઓ અને વિવિધ પ્રકારના ધંધાકીય એસોસિયેશનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને એક દિવસ નું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી લીંબડીની બજારો સદંતર પણ એ બંધ રહેવા પામી છે ઉલ્લેખનીય જગ્યાએ વધતા જતા કોરોના સંક્રમણ ને લીમડી વાસીઓ કાબૂમાં લેવા માટે એક દિવસનો સ્વેચ્છિક લોકડાઉન લીમડી વાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે ને આજે વહેલી સવારથી તેનો કડક અમલ પણ કરવામાં આવી રહ્યો છે.

  સુરેન્દ્રનગર જિલ્લા મા લીંબડીમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ કોરોના ના કેશો લીંબડીમાં નોંધાય ચુકયા છે જેને લઇને આ કોરોના સંક્રમણ ની ચેન ને તોડવા માટે લીમડી વાસીઓ દ્વારા એક દિવસનો lockdown જાહેર કરવામાં આવ્યું છે વહેલી સવારથી લીંબડીની બજારો બંધ કરવામાં આવી છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટેનો એકમાત્ર ઇલાજ કોરોના ની રસી હોવાનું જણાવી અને અલગઅલગ ૮ સ્થળો ઉપરથી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ અને એક જ દિવસમાં પાંચ હજારથી વધુ લોકો કોરોના ની એક સાથે રસી લેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે લીંબડીમાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લીમડી વાસીઓ સજ્જ બન્યા છે સ્વેચ્છિક lockdown આપી અને એક દિવસ બજારો અને સંપૂર્ણ ધંધારોજગાર બંધ રાખવામાં આવ્યા છે.

(11:48 am IST)