Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પાટણવાવના કાથરોટામાં તીનપત્તીનો જુગાર રમતા શખ્સો પકડાયા

કરમણ, અજીત, શંભુ, દેવરાજ અને ઇકબાલની ધરપકડ

રાજકોટ તા. ર : પાટણવાવના કાથરોટા ગામમાં બસ સ્ટેશન સામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પાટણવાવ પોલીસ મથકના હેડ કોન્સ એ.એચ.ગોહેલ અને કોન્સ કે.કે.હુણ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કાથરોટા ગામ બસ સ્ટેશન સામે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કાથરોટાના કરમણ નથુભાઇ વાઘીયા, અજીત ગોબરભાઇ વાધીયા, શંભુ કાનાભાઇ વાધીયા, દેવરાજ રણજીતભાઇ વાધીયા અને ઇકબાલ કરીમભાઇ સાથાણીને પકડી લઇ રૂ.ર૬૧૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી

(11:49 am IST)