Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મારકૂટ-ધમકીના કેસમાં સજા પામેલ આરોપી દ્વારા અપીલ થતા હાઇકોર્ટમાં જામીન મંજુર

ગોંડલ કોર્ટ ૧૦ માસની સજા કરતા અપીલ કરી હતી

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ર :.. ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં રહેતા ગુલશનબેન રહીમભાઇએ તા. ૧ર-૪-૧૪ ના રોજ તેમના જ ગામના કંચનબેન ગોહેલ, જેન્તીભાઇ ગોહેલ, ધર્મેશ ઉર્ફે કાનો ગોહેલ એ ઇલેકટ્રીક લાઇટ બાબતે ફરીયાદી ને અને તેના બહેનને ભૂંડી ગાળો આપેલ અને ફરીયાદીના ડાબા હાથના પોચા પર બેટનો ઘા મારી ફ્રેકચર કરી નાખેલ તે સબબની ફરીયાદ ગોંડલ તાલુકા પો. સ્ટે. માં ફરીયાદી દ્વારા ફરીયાદ કરવામાં આવેલ હતી ગોંડલ તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ આઇ. પી. સી. કલમ ૩ર૩, ૩રપ, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ તથા જી. પી. એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતાં.

ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં આરોપીઓ સામે પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતા આરોપીઓનો કેસ ચાલતા ત્રણેય આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા ૧૦ માસની સજા કરવામાં આવેલ હતી ત્યારબાદ આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલ હતી અપીલમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી સામે પ્રાઇમાં ફેસી કેસ માની ત્રણેય આરોપીને ૧૦ માસની સજાને રૂપિયા ૧૦ હજારનો દંડ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આરોપીએ તેમના વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ રીવીઝન એપલિકેશન તેમજ રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરવામાં આવેલ હતી. નામદાર હાઇકોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલની દલીલ ગ્રાહ્ય રાખતા રૂપિયા ૧૦૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપીના એડવોકેટ તરીકે ભાવિકભાઇ સમાની તેમજ વિજયરાજસિંહ એસ. જાડેજા રોકાયેલ હતાં.

(11:51 am IST)