Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામજોધપુર યાર્ડ ખુલતા જ જણસીની ધૂમ આવક-ધાણાની ૪૦ હજાર ગુણી આવી

જામજોધપુર તા. ર :.. માર્કેટીંગ યાર્ડ ખુલતા જ ધાણા, જીરંુ, ઘઉં, સહીત જણસીની ધુમ આવક માર્કેટીંગ યાર્ડમાં થઇ રહી છે. ખેડૂતો દ્વારા માર્કેટીંગ યાર્ડમાં ધાણા વહેંચવા આવતાં વાહનોની ર કિ.મી. સુધીની લાંબી લાઇન લાગી હતી અને ધાણાની ૪૦,૦૦૦ જેટલી ગુણીની આવક થવા પામી હતી.

માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી દેવાભાઇ પરમારનાં જણાવ્યા અનુસાર જામજોધપુર માર્કેટીંગ યાર્ડની વિકાસની ગતિ તેજ છે જેથી જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકામાંથી જણસી વહેંચવા જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો આવે છે. ખેડૂતોને સારા જણસીના ભાવો મળે છે તેમજ તુરંત જ રોકડા પૈસા મળે છે. ખેડૂતોને કોઇ અગવડતા ન પડે તે માટે માર્કેટીંગ યાર્ડ તરફથી વિવિધ જાતની સુવિધા આપવામાં આવી છે.

(11:51 am IST)