Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાવનગરના શિહોર પંથકની સગીરાના બળાત્કાર, અપહરણ પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨ : ૮ વર્ષ પુર્વે શિહોર તાલુકાના અગીયાળા ગામના શખ્સે અન્ય એક શાખ્સની મદદગારીથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા આરોપી સામે પોકસો એકટ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર શખ્સનો કેસ ચાલતા દરમ્યાન મૃત્યુ નિપજતા તેને એબેટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 કેસની પ્રાપ્ત વિગતો મુજબ ૮ વર્ષ પુર્વે પીપરલા ગામની સામમાં આવેલ ફરીયાદી ભોગ બનનારના રહેણાંકના મકાને આરોપીઓ ચિરાગ નરભેરામ પંડયા (ઉ.વ.૨૧,રહે. અગીયાળી, તા. શિહોર), જેરામ ગોરધન જાળેલા (એબેટેડ) (ઉ.વ.૪૮, રહે. દેવલી, જુની, તા. તળાજા)સહિતનાઓ હિરો હોન્ડા મોટર સાયકલ પર આવેલા અને મુખ્ય આરોપી ચિરાગ પંડયાએ છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, સગીરાના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી મોટર સાયકલ પર ભાવનગર બસ સ્ટેન્ડે લઇ આવેલ અને ત્યાંથી મુંદ્રા તાલુકાના સમાઘોઘા મુકામે લઇ આવેલ ત્યાં તા. ૪/૪/૧૩ સુધી રાખી ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ અને તા. ૪/૪/૧૪ ના રોજ ભુજ બસ સ્ટેન્ડમાં તેણીને છોડી દીધેલ અને પોતાની વિરૂધ્ધ કોઇ ફરિયાદ કરશો તો તેણીના પરિવારના સભ્યોને મારી નખાશે તેવી આરોપી ચિરાગ પંડયાએ ધમકી આપેલ તથા અન્ય આરોપી જેરામ ગોરધન જળેલાએ આ ગુનાના કામમાં મદદગારી કરી હતી.

 આ અંગેની ફરીયાદ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ઉકત બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૨(૨), ૧૧૪ તથા પોકસો એકટ છ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ  ભાવનગરના સ્પેશ્યલ જજ (પોકસો) અને ત્રીન એડીશ્લ સેસ્સ જજ એ.બી. ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરત કે, વોરાની દલીલો, મૌખિક પુરાવા-૧૭, દસ્તાવેજી પુરાવા ૩૭ વિગેરે ધ્યાને લઇ આરોપી ચિરાગ નરભેરામ પંડયાને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રીન શેકસ્શ્યુઅલ ઓફરેન્સીસ (પોકસો) એકટ ૨૦૧૨ ની કલમ ૬ મુજબના ગુના સબબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. પ હજરનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા, ઇપીકો કલમ ૩૬૩ મુજબના ગુનાનાં પાંચ વર્ષની કેદ, દંડ રૂ. ર હજાર, ૩૬૬ મુજબ પાંચ વર્ષની સજા અને રોકડા રૂ. બે હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા અદાલતે ફટકારી હતી.

 આ ઉપરાંત ફરીયાદી-ભોગ બનનારને રૂ. ૪ લાખનું વળતર ચુકવવા પણ અદાલતે હૂકમ કર્યો હતો.

(11:52 am IST)