Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મોરબી ખરીદ વેચાણ સંઘમાં ધ્રુવકુમારસિંહજી જાડેજાનો વિજય : ધારાસભ્ય લલિતભાઇ કગથરાની ૬૬ મતે હાર

ટંકારા,તા. ૨:મોરબી ખરીદ વેચાણ સંઘની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના ખેડૂત વિભાગમાં ધ્રુવકુમારસિંહજી જાડેજા વિજેતા થયેલ છે. મોરબી ખરીદ વેચાણ સંઘની ૧૯ વર્ષ પછી ચૂંટણી યોજાયેલ. તેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ લડાયેલ .તારીખ ૩૧/ ૩ /૨૦૨૧ ના રોજ મતદાન થયેલ .

ભાજપ પ્રેરિત સહકાર પેનલના ખેડૂત વિભાગના ઉમેદવાર ધ્રુવકુમાર સિંહજી જાડેજા અને ધારાસભ્ય લલીતભાઈ કગથરા વચ્ચે જોરદાર ચૂંટણી જંગ લડાયેલ. તેમાં ધ્રુવકુમાર સિંહજી જાડેજાને ૬૬૫ મતો મળેલ. લલીતભાઈ કગથરા ને ૫૯૯ મતો મળેલ.

ધ્રુવકુમારસિંહજી જાડેજાનો ૬૬ મતે જંગી વિજય થયેલ છે. ધ્રુવકુમારસિંહજી જાડેજા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

(11:52 am IST)