Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સામટા ૨૪ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના કેસોમાં ઉછાળો, ૭ કેસ નીકળતા યુનિવર્સિટીમાં શિક્ષણ ઠપ્પ

એક્ટિવ કેસ વધીને ૨૦૦ નજીક પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) કચ્છમાં કોરોના કેસના ઉછાળા સાથે બીજી લહેર હવે ભયજનક બની રહી છે. સામટા ૨૪ કેસ અને એક્ટિવ ૧૯૧ કેસ સાથે કુલ કેસ ૫ હજાર ની પાર પહોંચ્યા છે. સાજા થનાર દર્દીઓ ૪૭૪૦ છે. સરકારી ચોપડે મૃત્યુ આંખ માત્ર ૮૧ છે. જ્યારે કચ્છ યુનિવર્સિટીમાં એક સાથે ૭ કેસ નીકળતા યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય સોમવાર સુધી ઠપ્પ રહેશે. જોકે, ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે.

(11:55 am IST)