Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પોરબંદરમાં હીટ એન્ડ રન : કારની હડફેટે મહિલાનું મોત : ર ને ઇજા

રાત્રીના કાળા રંગની કારના ચાલકે પુરપાટ કાર ચલાવીને બે મહિલા તથા એક પુરૂષને હડફેટે લઇ નાશી ગયેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર : રાત્રીના પુરપાટ આવતી કારના ચાલકે રસ્તાની સાઇડમાં ચાલીને જતા બે મહિલા અને એક પુરૂષને હડફેટે ચઢાવતા છાંયાના શાંતાબેન સુરેશભાઇનું મોત નીપજયું હતુ અને શાંતાબેન સાથે ચાલી જતા રાણીબેન અને મિલનભાઇ કેશુભાઇ બન્નેને કારની હડફેટે ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.

રામધન સોસાયટી રોડ ઉપર રાત્રે ૮ વાગ્યા આસપાસ એક અજાણી પુરપાટ આવતી કાળા રંગની કારે આ રસ્તે ચાલ્યા જતાં છાંયાના શાંતાબેન સુરેશભાઇને હડફેટે ચઢાવતા શાંતાબેનનું ગંભીર ઇજા બાદ મોત નિપજયું હતું. શાંતાબેન સાથે ચાલી જતા રાણીબેન સામતભાઇ અને મિલનભાઇ કેશુભાઇ બન્નેને કારની હડફેટે ઇજા થતા હોસ્પિટલે ખસેડાયેલ છે.

રાત્રીના સમયે કારના ચાલકે બેફામ કાર ચલાવીને હડફેટે લઇને મહિલાનું મોત નિપજવીને તથા અન્ય વ્યકિતઓને ઇજા કરીને અંધારાના લાભ લઇને નાસી ગયેલ કાળારંગની કારના ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:53 pm IST)