Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નલીયામાં ઠંડી બાદ હવે ગરમી પણ જોરદારઃ ૪૦.૬ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૮ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર

અમદાવાદ સહિત રાજયના ૮ શહેરોમાં ગરમીનો પારો ગુરૂવારે ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજયમાં પર્વતવી પશ્ચિમથી ઉતર પશ્ચિમના પવનને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ૩ દિવસ હિટવેવનું જોર યથાવત રહેશે. જયારે રાજયના અન્ય વિસ્તારોમાં ગરમીથી અંશત રાહત રહે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

જામનગર

(મુકુંદ બદિાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૪ લઘુતમ ર૦.પ, ભેજ ૭૮ ટકા પવનની ઝડપ પ.૬ કિ.મી.પ્રતિ કલાક રહી હતી.

(12:54 pm IST)