Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નિખિલ દોંગા ફરાર કેસમાં રાજકોટ અને ભુજના વધુ બે શખ્સોની ધરપકડ : ભરત જવેરભાઈ રામાણી અને આકાશ વિનુભાઈ આર્ય સામે કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા ભુજ જેલના પોલીસ જાપ્તા દરમ્યાન હોસ્પિટલમાંથી ફરાર થવાના કિસ્સામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છ ડીવાયએસપી જે.એન. પંચાલે આપેલી માહિતી અનુસાર રાજકોટ ના શાપર વેરાવળ અને ભુજના માધાપરના શખ્સોની ધરપકડ કરી છે. સારવાર માટે ભુજની સરકારી જી. કે. જનરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી જતાં તેના વિરૂદ્ધ  ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૪૬૦/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૨૨૧,૨૨૩,૨૨૪,૨૨૫,૧૨૦(બી), પ્રિજન એકટ કલમ ૪૨,૪૩,૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો હતો. ઉત્તરાખંડના નૈનિતાલ થી ઝડપાયેલ નિખિલ દોંગા અને અન્ય ત્રણ સાથીદારો ઉપરાંત જાપ્તામાં રહેલ બે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓની તપાસ દરમ્યાન વધુ બે જણાની મદદગારી ખુલી હતી. પોલીસે આરોપીઓ (૧) ભરત જવેરભાઈ રામાણી, ઉવ..૩૨, રહે. ગામ-સાપર(વેરાવળ), એસ.આઈ.ડી.સી.રોડ, સ્વામીનારાયણ મંદીરની પાછળ, તા.કોટડા, સાંગાણી (જી.રાજકોટ) (ર) આકાશ વિનુભાઈ આર્ય, ઉ.વ.૩૩, રહે.માધાપર, હાલાઈનગર, બગીચાની સામે, નવાવાસ, (તા.ભુજ) નાઓએ આરોપી નિખિલ દોંગાને નાસી જવામાં મદદગારી કરેલ હોઇ આ બંને આરોપીઓની આજરોજ અટક કરી તેમની વધુ તપાસ હાથ ધરી છે.

(10:21 pm IST)