Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાવનગર: માત્ર 10 વર્ષની દ્રિજા ધ્રાંગધરિયાએ કમાલ સર્જી :અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો લખ્યા

શિક્ષિત પરિવારની દ્રિજા સોનીના વાંચન અને લખવા પ્રત્યેના શોખએ સર્જનાત્મકતા ખીલી ઉઠી :"The Bizarre Beach" અને ઓસન ઓફ ફિલિંગ'નું કરાયું વિમોચન

ભાવનગર: ભાવનગરની માત્ર 10 વર્ષની દ્રિજા ધ્રાંગધરિયાએ અદભુત કમાલ સર્જી છે, તેણીએ અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો લખ્યા છે અને તેને પ્રસિદ્ધ પણ કર્યા છે, શિક્ષિત પરિવારની દ્રિજા સોનીના વાંચન અને લખવા પ્રત્યેના શોખએ સર્જનાત્મકતા ખીલી ઉઠી છે  દ્રિજા ધ્રાંગધરિયાએ   "The Bizarre Beach" અને ઓસન ઓફ ફિલિંગ; નામના બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે
ભાવનગરની માત્ર 10 વર્ષની દીકરી દ્રિજા મિલન સોનીએ વાંચન અને લેખનના શોખ હોવાથી લેખનકળામાં હાથ અજમાવ્યો હતો, કોરોના કાળે જ્યારે બધા ભૂલકાં બાળકોને ઘરમાં પુરાઈ જવાની ફરજ પાડી ત્યારે દ્વીજા ફક્ત 8 વર્ષની હતી જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એને પુસ્તક વાંચવાનો શોખ જાગ્યો. જેમ જેમ લોકડાઉન વધતું ગયું એમ એનો વાંચન નો શોખ આદત બની ગયો. અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરતી હતી એટલે સ્વાભાવિક અંગ્રેજી પુસ્તક પસંદ કરતી. આ pandemic ના 2 વર્ષ માં લગભગ 30 જેટલી મોટી મોટી પુસ્તકો વાંચનમાં પૂર્ણ કરી. આ સાથે સાથે આ પુસ્તકોએ એને કઈક લખવાની પ્રેરણા આપી. અને 2021માં એને એક વાર્તા લખવાની શરૂ કરી. અને જોત જોતા માં હમણાં જ માર્ચ 2022 માં એણે એ વાર્તા પૂર્ણ કરી. એ વાર્તા ને એણે નામ પણ આપ્યું. "The Bizarre Beach" એટલે એક વિચિત્ર ટાપુ. 
  એની વાંચન અને લખવા પ્રત્યે નો પ્રેમ અને ધગસ જોઈ પરિવાર નાં બધા જ ખુબ ગર્વ અનુભવતા અને એના આ કાર્યને પ્રોત્સાહિત કરવા આજે એની પુસ્તિકાને પ્રકાશિત કરાઈ છે
.  દ્વિજાની મમ્મી જાનકી એક સારી નૃત્ય કલાકાર છે. કથક નૃત્ય શીખ્યા છે અને વિશારદ થયા છે ,હવે કથક શીખવે છે , દ્વિજા પણ એની પાસે કથક શીખે છે. દ્વિજાના પપ્પા મિલનભાઈ  દવાઓનાં વિક્રેતા છે..

બે વર્ષ  જેટલા કોરોનાના લાંબા વેકેશન દરમિયાન, દ્વિજાને વાંચવાનો શોખ લાગ્યો. ત્યારે તે માંડ આઠ વર્ષની હતી. તેણે તે દરમિયાન અંગ્રેજી પુસ્તકો વાંચવા શરૂ કર્યા. ફક્ત કોમિકસ નહીં પણ ગંભીર વિષયોના મોટા દળદાર પુસ્તકો પણ વાંચ્યા. કદાચ ટ્રાવેલમાં હોય તો ત્યારે પણ તેનું વાંચવાનું ચાલુ હોય, તેમાંથી તેના વિચારો અને વિચારની પ્રક્રિયા વિકાસ પામી. અને લખવાની અને લખીને તેના ભાવ અને વિચારો પ્રકટ કરવાની કુદરતી પ્રેરણા મળી.         પુસ્તક પ્રગટ કરવાની આમ તો ઉતાવળ ન કરાય, પણ ફક્ત પ્રોત્સાહનના હેતુથી તેના પેરન્ટ્સે તેનું પુસ્તક છપાવ્યું અને પ્રસિદ્ધ કર્યું.દ્વિજા સોની  કોમિક્સ પણ લખે છે અને તેના ડ્રોઈંગ્સ પણ સ્વતંત્ર રીતે કરે છે. હવેના સમયમાં પુસ્તકો વાંચવાનો કોઈને સમય નથી અને પુસ્તકો વંચાતા નથી.દ્વિજા તથા મમ્મી જાનકી પણ બચપણથી 'નેસ્ટ' પરિવાર સાથે જોડાયેલી હતી.

  "નેસ્ટ પ્લે હાઉસ" 20 વર્ષ પૂરા કરીને 21 માં વર્ષમાં પ્રવેશે છે. તે નિમિત્તે તારીખ ૧ મે : રવિવાર સવારે  નેસ્ટનાં  ભૂતપૂર્વ તથા વર્તમાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, સપોર્ટ સ્ટાફ,પેરન્ટસ તથા રિક્ષાચાલકો  માટે એક ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું તેમાં ડૉ નાનકભાઇ ભટ્ટ (શિશુવિહાર) તથા અન્ય નિમંત્રિતો, શુભેચ્છકો અને અગાઉ 'નેસ્ટ' માં વક્તવ્ય આપનારા સર્વે વિદ્વાન અને નિષ્ણાત વક્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

 

 

(9:56 pm IST)