Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કચ્‍છના માંડવીના દરિયા કિનારે ચાર મૃત કાચબા મળ્‍યાઃ લુપ્‍ત થતી જાતિના કાચબાના મોતથી પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત

અહીં ‘રીડલી' કાચબા પ્રજનન માટે આવે છે, શિડયુઅલ વનમાંત સમાવિષ્ટ કાચબાના મોતનું કારણ દરિયામાં છોડાયેલ પ્રદૂષિત પાણી?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨:  માંડવી નજીક આવેલ મોઢવા ગામના દરિયા કિનારે ચાર કાચબાઓના મૃતદેહ મળી આવ્‍યા છે. અહીં ‘રીડલી' પ્રજાતિના કાચબા પ્રજનન માટે આવે છે. શિડ્‍યુઅલ વનમાં સમાવિષ્ટ આ કાચબા દુનિયાભરમાંથી લુપ્ત થઈ રહેલ પ્રજાતિના છે. પર્યાવરણ પ્રેમીઓના અભ્‍યાસ અનુસાર માંડવીમાં દરિયાકિનારે આવેલ ગામો મોઢવા, ત્રગડી, કાઠડા, નાના લાયજા, બાડા, બાંભડાઈ ના કાંઠે કાચબા પ્રજનન માટે આવે છે.

દરમ્‍યાન મોઢવા ગામના યાકુબભાઈ વાઘેરે એવી શંકા દર્શાવી છે કે, આ કાચબાઓના મોતનું કારણ દરિયામાં છોડાતું કેમિકલ યુક્‍ત ગરમ પાણી હોઈ શકે છે. પ્રદૂષણ દરિયાઈ સૃષ્ટિ ઉપર જોખમ સર્જે છે. કાચબાઓના મોતની તપાસ વન વિભાગ દ્વારા જો થાય તો જ મોતનું સાચું કારણ બહાર આવે.

(10:53 am IST)