Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગર ટાઉનહોલ ખાતે કુલ ૩૦ જેટલા પ્રાકૃતિક કૃષિના ઉત્‍પાદનના સ્‍ટોલનું ઉદ્‌ઘાટન કરતા રાજયપાલ આચાર્ય દેવવ્રત

તમામ સ્‍ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિના ઉત્‍પાદકો સાથે રૂબરૂ સંવાદ કરતા રાજયપાલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨:  જામનગર ટાઉનહોલ ખાતેᅠ કુલ ૩૦ જેટલા પ્રાકૃતિક કૃષિના સ્‍ટોલનું ઉદ્‌ઘાટનᅠરાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્‍તે કરાયુ હતું. સાથે કૃષિમંત્રી શ્રી રાદ્યવજીભાઈ પટેલ પણ જોડાયા હતા. આ પ્રદર્શન સહ વેચાણમાં જામનગર અનેᅠ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો.

પ્રદર્શન સહ વેચાણની વ્‍યવસ્‍થા અંગે જામનગરના ચાંગાણીᅠ રીનાબેને જણાવ્‍યું હતુ કે, પ્રાકૃતિક કૃષિ આધારીત ઉત્‍પાદનો દરેક વ્‍યક્‍તિના સ્‍વાસ્‍થય માટે ખુબ જ ઉપયોગી સાબીત થાય છે.

લાલપુર તાલુકાના અસ્‍મિતાબેન અને તેના સખી મંડળની બહેનો જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ થકી અમારી જેવી બહેનોને વિકાસની એક નવી દિશા મળી છે અને આ ખેતીના ઉત્‍પાદનના ભાવ બજારમાં વધારે મળે છે. જેથી અમને પગભર થવામાં પ્રાકૃતિક કૃષિ જીવાદોરી સમાન સાબીત થઈ છે.

આ પ્રદર્શનમાં પરેશ પન્નારાએ વિવિધ ૧૪ᅠ પ્રકારની શાકભાજી પ્રાકૃતિક કૃષિ થકી ઉગાડી છે. જેની રાજયપાલશ્રીને માહિતી આપી હતી.

જામનગરના રહેવાસીᅠ અમિતા બહેનેᅠ ગાયના છાણમાંથી બનાવેલી ઘડિયાળ તથા અન્‍ય કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. (૨૨.૧૨)

રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામોથી દેશને મુકત કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે : પ્રાકૃતિક કૃષિથી ઉત્‍પાદન ઘટતુ નથી : આત્‍મનિર્ભર ખેડૂત અને આત્‍મનિર્ભર રાષ્‍ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્‍યપાલશ્રીનો અનુરોધ

ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમૃધ્‍ધ ભારતનું નિર્માણ કરે : કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ

(11:41 am IST)