Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જખૌના દરિયામાંથી વધુ બે પેકેટ ચરસના મળ્‍યા

સૌરાષ્ટ્ર કચ્‍છના દરિયામાંથી અને બંદરો ઉપરથી ડ્રગ્‍સ ઝડપાવાના સિલસિલા વચ્‍ચે સતત બિનવારસુ ડ્રગ્‍સ મળતું રહે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨:  સતત ઝડપાતાં ડ્રગ્‍સના જથ્‍થાએ દર્શાવ્‍યું છે કે, આંતરરાષ્ટ્રીય ડ્રગ્‍સ માફિયાઓ ભારતમાં ડ્રગ્‍સ દ્યુસાડવા માટે સૌરાષ્ટ્ર અને કચ્‍છના દરિયાકિનારાનો ઉપયોગ કરે છે. ડ્રગ્‍સ સાથે બોટ ઉપરાંત બંદરો ઉપર ઉતરતા કન્‍ટેનર માં પણ કેફિદ્રવ્‍ય નો મોટો જથ્‍થો મળી રહ્યો છે.

તે ઉપરાંત દરિયામાંથી પણ સતત બિન વારસુ ચરસના પેકેટ મળી રહ્યા છે. જખૌ પાસેથી વધુ બે ચરસના પેકેટ મળી આવતાં છેલ્લા ૧૫ દિ' માં સતત ત્રીજી વખત બે પેકેટ મળ્‍યા છે.

જોકે, બિન વારસુ ચરસ નો જથ્‍થો ઘણા લાંબા સમયથી કચ્‍છના દરિયામાં મળી રહ્યો છે. મોટે ભાગે દરોડા દરમ્‍યાન ડ્રગ્‍સ પેડલરો દ્વારા બોટ માંથી ફેંકી દેવાયેલો આ જથ્‍થો હોવાની શક્‍યતા છે. 

(11:44 am IST)