Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગોંડલમાં મોટા સખપુર ગામે ભાગવત સપ્‍તાહના યજમાને પૂર્ણાહુતિ દિને અનંતની વાટ પકડી

પૂર્ણાહુતિનાં આગલા દિવસે સાળાને કહ્યુ કે મારી સર્વે મનોકામના પૂર્ણ થઇ ગઇ છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોîડલ,તા. ૨ઃ સ્વજનનું મૃત્યુ હંમેશા દુઃખદાયક જ હોય છે પરંતુ હિન્દુ શાસ્ત્ર મુજબ કેટલીક શુભ તિથિ, વાર કે પછી ભાગવત સાહના અંતિમ દિને થતું મૃત્યુ શુભ માનવામાં આવતું હોય છે.  આવી જ ઍક ઘટના ગોંડલ તાલુકાના મોટા સખપુર ગામે બની. ભાગવત સાહ યજમાની કરી રહેલ રામાણી પરિવારના મોભીઍ પુર્ણાહુતીના દિને જ અનંતની વાટ પકડી લેતા પરિવારે દુઃખની લાગણી અનુભવી હતી સાથે પરિવારજનોઍ કહ્નાં હતું કે અમારા મોભી ઍ જીવનભર સત્કાર્યો કર્યા તેથી જ તેમને આ વેળાઍ સદગતી મળી છે.

રાજા પરીક્ષિતે મોક્ષ મેળવવા માટે શ્રીમદ્ ભાગવત સાહ નું શ્રાવણ કર્યું હતું અને પૂર્ણાહુતિ નાં દિને તેને તક્ષક નાગે દંશ દેતા તેઅો મોક્ષ પામ્યા હતા અને ત્યાર બાદ ભાગવત સાહ દરમ્યાન કે પૂર્ણાહુતિ નાં દિવસે જા કોઈ મનુષ્યનું નિધન થાય તો તે આત્માને મોક્ષ મળતો હોવાનું માનવામાં આવી રહ્નાં છે ત્યારે  મોટા સખપુર ગામે રામાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું સગા સ્નેહી મિત્રો થી લઇ બહોળી સંખ્યામાં ગ્રામ જનો પણ આ ધાર્મિક કાર્ય માં જાડાયા હતા અને પૂર્ણાહુતિ નાં દિવસે જ યજમાની કરી રહેલ રામાણી પરિવાર ના મોભી વિઠ્ઠલભાઈ રામાણી ઍ અંતની વાટ પકડી લેતા પરિવારે શોક અનુભવ્યો હતો અને સાથે જણાવ્યું હતું કે અમારા મોભી ઍ જીવનભર સત્કાર્યો કર્યા તેથી જ તેમને આ વેળાઍ સદગતી મળી છે.
વિઠ્ઠલભાઇ ત્રણ દીકરા અને દીકરીના પિતા હતા ઍક પુત્રનું સોળ વર્ષની વયે અને બીજા ૩૫ વર્ષના પુત્રને કોરોના ભરખી જતા તેઅોના આત્માની સદગતિ માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. (૨૨.૬)

(11:20 am IST)