Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામકંડોરણાના દડવીના વૃધ્‍ધાને ૩૦ હજારના દાગીના માટે પતાવી દેનાર પાડોશી દંપતીની ધરપકડ

હત્‍યાની ઘટનાને આત્‍મહત્‍યામાં ખપાવવા વૃધ્‍ધાને ફાંસો આપી લાશ કુવામાં ફેંકી દીધી'તીઃ કુવામાં પાણી ન હોઇ, પોલીસને શંકા જતા હત્‍યાનો ભેદ ખુલ્‍યોઃ ચંદુ મકવાણા અને તેની પત્‍ની હંસાને પકડી લીધા

રાજકોટ તા. ર : જામકંડોરણાના દડવી ગામ પાસે ેઅવાવરૂ ખાલી કુવામાં એક વૃધ્‍ધાની હત્‍યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવનો જામકંડોરણા પોલીસે ભેદ ઉકેલી ૩૦ હજારના દાગીના માટે પાડોશી દંપતીએ વૃધ્‍ધાને ફાંસો આપી લાશને કુવામાં નાખી દીધી હોવાનું ખુલ્‍યું છે.

મળતી વિગત મુજબ જામકંડોરણાના દડવી ગામ પાસે એક અવાવરૂ ખાલી કુવામાંથી એક અજાણી વૃધ્‍ધાની તા.પ/૪ના રોજ લાશ મળી આવી હતી તા.૬/૪ ના રોજ જાણ થતા જામકડોરણા પોલીસે તાકીદે સ્‍થળ પર પહોંચી  તપાસ કરતા લાશ દડવી ગામમાં રહેતા નાગલબેન નાથાભાઇ ચાવડા (ઉ.૭પ) ની હોવાનું ખુલ્‍યુ હતું બાદ પોલીસે ફોરેન્‍સીક પોસ્‍ટ મોર્ટમ માટે વૃધ્‍ધાના મૃતદેહને રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયો હતો બાદ વૃધ્‍ધાના પરિવારજનોને જાણ કરી હતી બાદ પોલીસે વૃધ્‍ધાના મકાનમં તપાસ કરતા ઘરની અંદર જમવાનું ઉઘાડુ પડેલ હોઇ જેમાં રોટલ, કુકરમાં  શાક, વાસણમાં ચોરેલુ ઉઘાડી હાલતમાં જોવા મળ્‍યું હતું તેમજ વૃધ્‍ધાના પરિવારજનોએ જણાવ્‍યું હતું કે, પોતાની માતા નાગલબેન સાદો મોબાઇલ ફોન વાપરતા હતા અને કાનમં સોનાના બુટીયા પહેરતા હતા તે મળી આવેલ નથી તેમ જણાવ્‍યું હતું. તેમજ અવાવરૂ કુવામાંથી આ વૃધ્‍ધાની જયારે લાશ મળી ત્‍યારે તેના શરીર પર બ્‍લાઉઝ અને ચણીયો પહેરેલ હતો ચુંદડી કે સાડી ઓઢેલ ન હતી. તેથી વૃધ્‍ધાની હત્‍યા કરવામાં આવી છે. કે કેમ ? આ તમામ મુદ્દાઓ પર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વૃધ્‍ધાના મોબાઇલ ફોનના કોલ ડીટેઇલના આધારે તપાસ કરતા વૃધ્‍ધા નાગલબેનની બાજુમાં રહેતા ચંદુ ગોકળભાઇ મકવાણા પર શંકા જતા પોલીસે તેની પુછપરછ કરતા ભોગ બનનાર વૃધ્‍ધા અવાર-નવાર શાકભાજી લેવા જતા હોઇ, જેથી તે તેને સારી રીતે ઓળખતો હતો.

 આર્થિક ભીંસ હોઇ, તેથી પાડોશી ચંદુ ગોકળભાઇ મકવાણા અને તેની પત્‍ની હંસા ચંદુ મકવાણાએ કાવતરૂ રચી વૃધ્‍ધા નાગલબેન એકલા રહેતા હોઇ, તેનો લાભ લઇ ર્વધ્‍ધા નાગલબેનને પોતાના ઘરે બોલાવી ચંદુએ તેને ગળા ટુંપો આપી અને પત્‍ની હંસાએ તેને મોઢે ડૂમો દઇ વૃધ્‍ધા નાગલબેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદ વૃધ્‍ધાએ કાનમાં પહેરેલ રૂા. ૩૦ હજારની કિંમતના સોનાના બુટીયા અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી લાશને અવાવરૂ કુવામાં નાખી દીધી હોવાની કબુલાત આપતા પોલીસે બંનેનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ કામગીરી રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડ તથા એ.એસ.પી. મહર્ષિ રાવલની સુચનાથી જામકંડોરણા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.યુ.ગોહિલ હેડ કોન્‍સ મનજીભાઇ ચૌહાણ, મયુરભાઇ કોરડીયા, કોન્‍સ. રાજુભાઇ કોળદરીયા, લોકરક્ષક શૈલેન્‍દ્રસિંહ જાડેજા, મયંકગીરી મેઘનાથી તથા મયુરધ્‍વજાસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.

(12:08 pm IST)