Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખારચીયા ગામ પાસે જીલેટીનની ૧૪૯ સ્‍ટીક અને ૧૯ ડીટોનેટર સાથે શ્રવણ સીંઘ રાવત પકડાયો

રૂરલ એસ.ઓ.જી.ના પીઆઇ એસ.એસ.જાડેજા અને પી.એસ.આઇ એચ.એમ.રાણા તથા ટીમની કામગીરી : કુવો ગાળવા માટે ઝુંપડામાંથી ગેરકાયદેસર જીલેટીન સ્‍ટીક અને ડીટોનેટરનો જથ્‍થો કબ્‍જે કર્યો

રાજકોટ,તા. ૨ : વિંછીયાના ખારચીયા ગામે પાસે એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે એક ઝુપડામાં દરોડો પાડી જીલેટીન સ્‍ટીક ૧૪૯ અને ૧૯ ડિટીનેટર મળી આવતા રાજસ્‍થાની શખ્‍સની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ ખારચીયા ગામના તળાવ પાસે રાજસ્‍થાની શખ્‍સ કુવો ગાળવા માટે આવ્‍યો છે અને તેના ઝુપડામાં ગેરકાયદેસર એકસ પ્‍લોઝીવનો સામાન પડયો હોવાની એસ.ઓ.જી.ના હેડ કોન્‍સ. હિતેષભાઇ અગ્રાવત, જયવિરસિંહ રાણા, અને કોન્‍સ. રણજીતભાઇ ધાંધલના બાતમી મળતા ખારચીયા ગામની સીમ સવાભાઇ હકાભાઇ પંચાળાની તળાવમાં આવેલી વાડીમાં દરોડો પાડી ઝુપડીમાંથી રૂા. ૧૭૮૮ની કિંમતની ૧૪૯ જીલેટીન સ્‍ટીક તથા રૂા. ૨૮૫ની કિંમતના ૧૯ ડીટોનેટર મળી આવતા ઝુપડામાં રહેતો શ્રવણસીંગ રામસીંગ રાવત (ઉવ.૪૫)ની રાજસ્‍થાનના મારવાડ જંકશનના સારણ ગામનો વતની છે. તેણે આ એકસ પ્‍લોઝીવનો ગેરકાયદેસર જથ્‍થો કુવો ગાળવા માટે લાવ્‍યો હોવાનું રટણ કરી રહ્યો છે.

(12:11 pm IST)