Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં કાલે અખાત્રીજના ‘કેરીના અન્‍નકોટ અને શણગાર દર્શન'

વાંકાનેર,તા.૨:  બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્‍યાત સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રદ્ધા કા દૂસરા નામ સાળગપુરધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર આયોજીત આવતીકાલે તા.૩/૫/૨૨ મંગળવાર અને (અખાત્રીજ)ના પાવન પવિત્ર દિવસે દાદાના દરબારમાં દાદાને ‘કેરીના અન્નકોટ અને શણગાર દર્શન' રાખેલ છે અખાત્રીજના પાવન પર્વે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી તેમજ સવારે સાત કલાકે દિવ્‍ય ભવ્‍ય ‘શણગાર આરતી' તેમજ સવારે ૧૧:૧૫ થી ૧ વાગ્‍યાં સુધી અન્નકોટ દર્શન થશે અખાત્રીજના પાવન પર્વે દાદાના દરબારમાં અન્નકોટ દર્શનનો, આરતીનો અને મહાપ્રસાદનો લાભ લેવા સર્વ ભાવિક, ભક્‍તજનોને શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, કોઠારી સ્‍વામી પ.પુ.શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તેમજ પૂજારી સ્‍વામીશ્રી ડી.કે.સ્‍વામીની યાદીમાં જણાવાયું છે.

(12:12 pm IST)