Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જસદણ પંથકના અપહરણ-બળાત્‍કાર પોકસોના ગુનામાં મદદગારી કરનાર આરોપીના જામીન મંજુર

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા. ર : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ પોકસોના ગુનામાં મદદગારી કરનારને જામીન પર છોડવાનો હુકમ રાજકોટની  સેશન્‍સ કોર્ટ હુકમ કર્યો હતૉ

  આ કેસની હકીકત વિગત મુજબ મુજબ જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્‍ટેશનમાં એવી ફરિયાદ નોંધાયેલ હતી કે કોઈ અજાણ્‍યો ઇસમ વાલીપણા માંથી પોતાની દીકરીને લાલચ આપી અપહરણ કરી લઇ ભગાડી ગયેલ હતો. આ ફરિયાદ નોંધાયા બાદ આટકોટ પોલીસ સ્‍ટેશનના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા સઘન અને તટસ્‍થ તપાસ કરતા ભોગ બનનાર દીકરી અને આરોપી બંને મળી આવેલ અને આટકોટ પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરી નિવેદન લઇ તપાસ કરતા સાગર સુવાણ નામના યુવકે આરોપીને મદદ કરેલ હોય તેવું જણાતા તેઓની સામે આઇ.પી.સી. કલમ- ૩૬૬,૩૭૬ (૨), (એન),૧૧૪ તથા  પોકસો એક્‍ટ જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની કલમ ૬, ૧૭ મુજબનો ગુન્‍હો બનતો હોય જેથી આટકોટ પોલીસ દ્વારા ધરપકડ કરી રાજકોટ  સેશન્‍સ કોર્ટમાં રજૂ કરતાં  સેશન્‍સ કોર્ટે આરોપી તથા મદદગારી કરનારને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ. 

   આમ સબબ ગુન્‍હામાં મદદગારી કરનારના એડવોકેટ તરીકે જસદણ શહેર યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને સરકાર પક્ષે રોકાયેલા એપીપીશ્રી દ્વારા સખત વાંધો લેવામાં આવેલ અને જામીન અરજી રદ કરવા જણાવેલ અને મદદગારી કરનાર તરફે રોકાયેલા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ સત્‍ય-સાચી અને વાસ્‍તવિક ઘટના જણાવેલ અને કાયદા વિષયક વિસ્‍તારપૂર્વક  દલીલો કરેલ અને વિવિધ જજમેન્‍ટ રજુ રાખતા નામદાર કોર્ટે માન્‍ય રાખી સાગર સુવાણને જામીન પર છોડવાનો હુકમ રાજકોટની નામદાર સેશન્‍સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હતો. આ કામે મદદગારી કરનાર તરફે રાજકોટની સ્‍પે.પોસ્‍કો સેશન્‍સ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.

(12:15 pm IST)