Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ચોટીલા સરકારી હોસ્‍પિટલ પાછળ જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

ચોટીલા,તા. ૨ : ચોટીલા પોલીસ ટાઉન વિસ્‍તારમાંᅠ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ હકિકત આધારે રેફરલ હોસ્‍પિટલ પાછળ જુગાર અંગે રેઇડ કરી (૧) ચતુરભાઈ લાખાભાઈ સાકરીયા તકોળી ઉ.વ.ર ૭ ધી ડ્રાઇવિંગ રહે.સોખડા તા સાયલા (૨) સુનિલભાઈ વિનુભાઈ ચોવસીયા દેવીપુજક ઉં.વ.રર ધંધો ફુટ વેચવાનો રહે , ચોટીલા પાંજરાપોળની પાછળ (૩)મહેશભાઈ મોહનભાઈ ચૌહાણ  મલ ઉં.વ .૫ ધંધો મજુરીકામ રડે ચોટીલા પોલીસ લાઈનની પાછળ વાળા ને જાહેરમાં તિન પત્તી નો જુગાર રમતા રોકડા રૂ. ૪૬૬૦ મોબાઇલ નંગ ૩ મળી કુલ રૂ. ૧૫૧૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

(12:16 pm IST)