Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વડિયા કોંગ્રેસ અગ્રણીઓની શુભેચ્‍છા મુલાકાતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ નેતા

આવનાર સમયમાં કિસાન કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરશેઃ પાલ આંબલીયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્‍યાને લઈને અમરેલી જિલ્લાની મુલાકાતે હતા ત્‍યારે અમરેલી વિધાનસભા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ સત્‍યમ માકાણી, જિલ્લા પંચાયત ના પૂર્વ આરોગ્‍ય સમિતિ ના ચેરમેન ધર્મેન્‍દ્ર પાનસુરીયા, અમરેલી જિલ્લા કોંગ્રેસ ના મંત્રી દિલીપ શીંગાળા,કુકાવાવ વડીયા યુવા કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પાંધી,

કુકાવાવ વડીયા યુવા કોંગ્રેસ ના અશોક મહેતા સાથે મુલાકાત કરી સ્‍થાનિક ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, પેટ્રોલ ડીઝલ, તેલના ભાવ અને ભાજપના ભ્રસ્‍ટાચાર બાબતે ચર્ચા કરી હતી. આવનારા સમય માં કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી થનારા આંદોલન બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેવુ સ્‍થાનિક આગેવાનો એ જણાવ્‍યું હતુ.

(12:18 pm IST)