Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગોંડલ તાલુકાના મેરવદર ગામની ઇ-ગ્રામ એજન્‍સીમાં વીજ બીલ સ્‍વીકારવામાં ગેરરીતિઃ એજન્‍સી સ્‍થગિતઃ અન્‍ય એજન્‍સીઓમાં તપાસ

VCE દ્વારા કળા કરી લેવાઇઃ વીજ ગ્રાહકોને અપીલ મળતી પહોંચની ખરાઇ કરોઃ વધુ નાણા નહી ભરો...

રાજકોટ તા. ર :.. વીજ તંત્રની તપાસમાં નાણા ઓળવી જવાનું કૌભાંડ ઝડપાતા ગ્રાહકોને એલર્ટ કરાયા છે. તાજેતરમાં ગ્રામીણ વિસ્‍તારમાં ચાલતી ઇ-ગ્રામ વિજ બીલ સ્‍વીકારવાની સુવિધાની કાર્યવાહી દરમ્‍યાન વીસીઆઇ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડીનો બનાવ બહાર આવતા તપાસ હાથ ધરાઇ હતી. ગોંડલ તાલુકાના મેરવદર ગામની ઇ-ગ્રામ એજન્‍સીમાં વીજ બીલનાં નાણા સ્‍વીકારવામાં ગેરરીતિની ફરીયાદ અન્‍વયે ત્‍યાંની ઇ-ગ્રામ એજન્‍સીની તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ પીજીવીસીએલ.નાં અધિકારીશ્રીઓ દ્વારા સંયુકત તપાસ હાથ ધરી. જેમાં ત્‍યાંના વીસીઆઇ દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું ખૂલ્‍યું હતું.

જે અન્‍વયે મેરવદર ગામની ઇ-ગ્રામ એજન્‍સી સત્‍વરે સ્‍થગીત કરેલ છે. તેમજ આ સબબ તમામ ઇ-ગ્રામ એજન્‍સીઓની તલસ્‍પર્સી તપાસ કરવા એમ. ડી. તથા જે તે ટીડીઓ દ્વારા આદેશો કરાયા છે.પીજીવીસીએલ.નાં ગ્રાહકોએ ભરેલા પૂરેપૂરા નાણા તેમને જમા મળે તે હેતુથી તેમને મળતી પહોંચની ચોકસાઇ પૂર્વક ખરાઇ કરે, આંકડા અને શબ્‍દોમાં દર્શાવેલ રકમ બીલની રકમ સામે ખાસ તપાસ અને બીલ જેટલી રકમ જ જમા કરાવે તેવી ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે. વીસીઆઇ ઓને તેમનું કમીશન બીલની રકમ મળ્‍યા પછી પીજીવીસીએલ દ્વારા તેમને ચુકવવામાં આવે છે. ગ્રાહક પાસેથી તેમને બિલ ઉપરાંત કોઇ રકમ લેવાની થતી નથી. જે ખાસ નોંધ લેવા તમામને સૂચના અપાઇ છે.

(12:37 pm IST)