Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

એશીયન લાઇમ ઉપલેટાના ટ્રેકટર બ્રાન્‍ડના કલીચુનાના ડુપ્‍લીકેટ પેકીંગ સામે મનાઇ હુકમ

ધોરાજી તા.ર : એશીયન લાઇમ - ઉપલેટાના ટ્રેકટર બ્રાન્‍ડના કલીચુનાના ડુપ્‍લીકેટ પેકીંગ સામે કોર્ટે મનાઇ હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, એશીયન લાઇમ છેલ્લા સને.૧૯૭૯ થી ટ્રેકટર બ્રાન્‍ડમાં કાળા અને પીળા કલરની થેલીઓમાં પેક કરીને કલી ચુનાનો વેપાર કરે છે. કાળા અને પીળા કલરની પેકીંગની બેગની બજારમાં ખુબ માંગ છે અને ટ્રેકટર બ્રાન્‍ડની આ પેકીંગ બેગે બજારમાં એક આગવી ઓળખ ઉભી કરેલ છે.

હમણા અમદાવાદના સુપર લાઇમ કોર્પોરેશન અને ધોરાજીના સૌરાષ્‍ટ્ર ટ્રેડીંગ કાુ. એ એશીયન લાઇમનાં ટ્રેકટર બ્રાન્‍ડના હુબહુ નકલ કરીને કાળા અને પીળા રંગની પેકીંગમાં બેગમાં ટર્બો બ્રાન્‍ડથી ધંધો શરૂ કરેલ છે અને ટ્રેકટર બ્રાન્‍ડના ટ્રેડમાર્ક અને કોપી રાઇટનો  ભંગ શરૂ કરેલ જેથી એશીયન લાઇમ ઉપલેટાએ ધોરાજી ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં ઉપરોકત ઇસમ સામે દાવો કરેલ અને કોર્ટમાંથી મનાઇ હુકમનીદાદ માંગેલ છે.

મકાન ધોળવાના ચુનાના પેકિંગની નકલોનો મામલો નામદાર ૧ર-માં એડી. સેન્‍સસ જજ ધોરાજી સમક્ષ સુનાવણી અર્થે આવતા અદાલતે પ્રથમ દ્રષ્‍ટીએ જ આ કેસમાં નકલકારોનો ઇરાદો ગ્રાહકોને છેતરવાનો કિમીયો હોવાનું જાણતા તુરંત હુકમ ફરમાવી આવા ડુપ્‍લીકેટ પેકિંગમાં મકાન ધોળવાના ચુનાના ટર્બો બ્રાન્‍ડ સાથેનું કાળા અને પીળા રંગની પેકીંગ બેગ સામે મનાઇ હુકમ ફરમાવેલ છે.

અદાલતે વધુમાં ફરમાવેલ છે કે, ઉપરોકત ઇસમ ટર્બો બ્રાન્‍ડ સાથેની પેકીંગ બેગ જે ટ્રેકટર બ્રાન્‍ડની પેકીંગ બેગ થી મળતી લાગતી છે તેનું પેકિંગમાં માલ બનાવીને વેચી શકશે નહીં. આ કેસમાં અરજદાર વતી ટ્રેડ માર્કના ધારાશાષાી રાજેન્‍દ્ર એચ.ભણસાલી અને કાર્તિકેય એમ. પારેખ રોકાયા છે.

(12:44 pm IST)