Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

૪ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમ ૮ લાખનો દંડ ફરમાવતી મોરબી કોર્ટ

દંડની રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજા ભોગવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.ર : મોરબીના શકત શનાળા ગામે રહેતા આરોપી બકુલભાઇ રવજીભાઇ રાસમીયાનો રકમ રૂા.૪,૦૦,૦૦૦ ચાર લાખ પુરાનો ચેક રીટર્ન થતા કેશ ચાલતા ૧ વર્ષની સાદી કેદની સજા અને ડબલ રકમ રૂા.૮,૦૦,૦૦૦ પુરાનો દંડ કરવામાં આવેલ છે. જો તે ચુકવવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સજાનો હુકમ મોરબીના ચીફ જયુડી.મેજી. શ્રી અર્ચિત એન.વોરાએ ફરમાવેલ છે.

આ કેઇસની હકિકત એવી છે કે, આ કામના આરોપી બકુલભાઇ રવજીભાઇ રાસમીયા રહે.નંદની એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૧૦૧, મુ. શકત શનાળા, તા.જી.મોરબીવાળાને આ કામના ફરીયાદી સાગરકુમાર જયંતિભાઇ પટેલ રહે. ગોપાલ સસાયટી સામે કાંઠે, મોરબી-ર વાળાએ સબંધના દાવે બકુલભાઇને રકમ રૂા.૪ લાખ પરા હાથ ઉછીના આપેલા જે અંગે અનેકવાર આરોપી પાસે ઉઘરાણી કરતા રૂા.૪ લાખ પુરા આપેલા નહી જેથી આ કામના આરોપી બકુલભાઇ તે ફરીયાદી સાગરભાઇને રૂબરૂ તા.ર-૧-ર૦ર૧ના રોજ મળેલા અને રકમ રૂા.૪,૦૦,૦૦૦ પુરાનો આઇ.ડી.બી.આઇ.બેન્‍ક શાખા મોરબીનો ચેક નં.પ૩૮૭૪૬નો તા.૧૩-૦૧-ર૦ર૧ના રોજ ચેક આપેલો ફરીયાદી સાગર એ પોતાની બેન્‍કશ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો. ઓપ. બેન્‍ક લી. શાખા મોરબીમાં ચેક વટાવવા નાખતા જે ચેક ફંડ ઇન સફીસીયન્‍ટ ખાતામાં અ પુરતુ ભંડોળ - બેલેન્‍સના કારણસર ચેક પરત ફરેલ હતો.

ધારાશાષાી ગુજરાત હાઇકોર્ટશ્રી પી.ડી.માનસેતાની કાયદાકીય દલીલ તેમજ રજુ રાખેલા ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયા તેમજ અન્‍ય હાઇકોર્ટના રિપોર્ટેડ ચુકાદાઓને કોર્ટે ધ્‍યાને લઇને આરોપી બકુલભાઇ રાસમીયાને ધી નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવીને સી.આર.પી.સી. કલમ રપપ(ર) અન્‍વયે ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો  કોર્ટે હુકમ ફરમાવેલ છે. તથા સી.આર.પી.સી. કલમ ૩પ૭ (૧) મુજબ વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.૪ લાખ પુરાની ડબલ રકમ ૮ લાખ પુરાનો આરોપીને બકુલભાઇને દંડ ફરમાવવામાં આવેલ છે. તે દંડમાંથી ફરીયાદી સાગરભાઇને ફરીયાદી વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્‍યાજ સહિત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપી બકુલભાઇને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.

આ કામે ફરીયાદી સાગરકુમાર જયંતિભાઇ પટેલ રહે. ગોપાલ સોસાયટી, સામે કાંઠે મોરબી-ર, વાળા તરફે વકીલ વિધ્‍વાન સિનિયર ધારાશાષાી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી.ડી.માનસેતા રોકાયેલા છે.

(12:47 pm IST)