Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પોરબંદરઃ આગામી તહેવારોને ધ્‍યાને લઇને સ્‍નીફર ડોગની મદદથી સર્વેલન્‍સ કરતી પોલીસ

પોરબંદર તા. ર : આગમી તહેવારોને ધ્‍યાને લઇ સ્‍નીફર ડોગની મદદથી સર્વેલન્‍સ પોરબંદર જીલ્લા પોલીસે કરી હતી.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓ સુચના દ્વારા આગામી તહેવારો પરશુરામજી જયંતી તેમજ રમઝાન ઇલ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે હેતુથી પોરબંદર શહેર એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેકટર કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્‍સ. એચ.ડી.ગોહીલનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે નાર્કોટીકસ અન ેએક્ષ્પ્‍લોઝીવની તપાસ હાથ ધરી શકાય તે માટે ર સ્‍નીફરડોગ પોરબંદર ખાતે મંગાવી પોરબંદર બંદર વિસ્‍તાર, મચ્‍છીયારા એરીયા, જેટી. અસ્‍માવતી ઘાટ તથા સામા કાંઠા વિસ્‍તારમાં ફીશીંગ કરીને આવેલ બોટો તથા પીલાણા તથા મચ્‍છીના દંગાઓમાં સઘન રીતે સ્‍નીફર ડોગ દ્વારા નાર્કોટીકસ લગતા તથા એક્ષપ્‍લોઝીવ લગત, વસ્‍તુનુ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. તેમજ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પોરબંદર શહેર વિસ્‍તાર તેમજ રાણાવાવ તથા કુતિયાણા વિસ્‍તારમાં સર્વેલન્‍સ હાથ ધરવામાં આવેલ હતું.

આ કામગીરીમાં પી.આઇ. કે.આઇ. જાડેજા, પી.એસ.આઇ. એચ.સી.ગોહીલ તથા એસ.ઓ.જી. સ્‍ટાફ રોકાયેલ હતા. તથા ડી.એમ.ભાવર ડો. હેન્‍ડલર આર્મ્‍ડ પો.હેડ. કોન્‍સ એમ.વી.દાફડા તથા આર્મ્‍ડ પો.હેડ.કોન્‍સ ડી.એમ.ભાવર રોકાયેલ હતા.

(1:23 pm IST)