Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીમાં વાહનચોરી, લુંટ, દારૂ, અને હથીયારના ગુન્‍હામાં સંકળાયેલા મહિલા સહિત ત્રણ પાસા હેઠળ

મોરબી,તા. ૨: મોરબીમાં શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિની સાથે સાથે અન્‍ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્‍વો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે છે. અને જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય રહે એ હેતુથી પોલીસ દ્વારા સદ્યન પગલાં લેવામાં આવે છે. જયાં વાહનચોરીના રીઢા ગુનેગાર તેમજ લુંટ, હથીયારના ગુન્‍હામા અવારનવાર પકડાયેલ ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્‍યા છે.

વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્‍વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ વિસ્‍તારમાં લુંટ તેમજ અવાર નવાર હથીયારમા પકડાયેલ અસામાજીક ઇસમ શકિતસિંહ જયદીપસિંહ જાડેજા તથા અવાર નવાર વાહનચોરીઓ કરવાની ટેવવાળો ઇસ હાજીભાઇ અકબરભાઇ માણેક વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્‍વયે ડીસ્‍ટ્રીકટ મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્‍યુ કરેલ જેથી મજકુર ઇસમોને પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી શકિતસિંહને સુરત લાજપોર જેલ તથા હાજીભાઇ અકબરભાઇ માણેકને ભાવનગર જીલ્લા જેલ હવાલે મોકલવા તજવિજ કરેલ છે.

મોરબી એલસીબી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી.મોરબીને જીલ્લા મેજીસ્‍ટ્રેટ મોરબી દ્વારા ઇશ્‍ય થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા જીલ્લા મેજીસ્‍ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્‍વયે મહિલા આરોપી સામાવાળા ફરીદાબેન જયંતિભાઇ દેવશીભાઇ ચૌહાણને દેશી દારૂના ગુના હેઠળ ગત તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.

(1:26 pm IST)