Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઉપલેટાના મોટી પાનેલીમાં તીનપતીનો જૂગાર રમતા ચાર શખ્‍સો પકડાયા

ભાયાવદર પોલીસનો દરોડોઃ ઇકબાલ, ફિરોઝ, યુસુફ અને ઇકબાલની ધરપકડ

રાજકોટ તા. ર :.. ઉપલેટાના મોટી પાનેલી ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતાં. મળતી વિગત મુજબ મોટી પાનેલી ગામમાં કોળીવાસના નાકા પાસે કેટલાક શખ્‍સો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસ મથકના હેડ કોન્‍સ. જે. ડી. મજેઠીયા સહિતના સ્‍ટાફે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા મોટી પાનેલીના ઇકબાલ ઓસમાણભાઇ સોરા, ઇકબાલ ઇસ્‍માઇલભાઇ સોરા, ફીરોજ અબુભાઇ જુણેજા, અન્‍ય યુસુફ ઇબ્રાહીમભાઇ સોરાને પકડી લઇ રૂા. ૧ર૪૯૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(1:32 pm IST)