Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીમાં અમરરતન પેટ્રોલપંપની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની ધરપકડ

મોરબી,તા. ૨: મોરબીના લીલાપર ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપ ઉપર એક મહિલા સહિત ત્રણ લોકો બાઈકમાં પેટ્રોલ પુરાવાના નામે આવ્‍યા હતા અને પેટ્રોલ પમ્‍પના કર્મચારીની નજર ચૂકવી રૂપિયા એક લાખથી વધુ ભરેલી રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયાં પોલીસે ગણતરીની કલાકોમાં સીસીટીવી ફૂટેજના આધારે ૨ આરોપીની ધરપકડ કરી છે.

વિગતો અનુસાર મોરબી જિલ્લામાં મિલકત સબંધી ગુન્‍હાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.એલ.પટેલ મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૧૫૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯,૧૧૪ મુજબનો ગુન્‍હો વણશોધાયેલ હોય અને આ કામેના બનાવમાં મોરબી તાલુકાના લીલાપર ચોકડી અમરરતન પેટ્રોલપંપ ખાતે અજાણ્‍યા બે પુરૂષ અને એકસ્ત્રી એમ ત્રણ અજાણ્‍યા માણસો બજાજ ડીસ્‍કવર મોટરસાયકલ લઇ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા આવી હતી.

તેમાં એક માણસે પેટ્રોલપંપના ટેબલના ખાનામાં રૂપિયા ૧,૦૩,૪૬૦ (એક લાખ ત્રણ હજાર ચારસો સાઇઠ) ભરેલ બેગ ચોરી છુપી રીતે કાઢી લઇ ચોરી કરી લઇ જવામાં એકબીજાની મદદગારી કરેલ હોય જે ગુન્‍હામાં પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા બજાજ ડીસ્‍કવર હોવાનું જાણવા મળેલ જે બાબતે મોરબી શહેરના નેત્રમ પ્રોજેકટમાં તપાસ કરતા સદર ડીસ્‍કવર મોટરસાયકલના રજીસ્‍ટર નંબર GJ-03-EJ-6665 વાળા હોવાનું અને તેમાં બે પુરૂષ હોય અને એકસ્ત્રી હોવાનું જણાય આવેલ તેમજ સદર મો.સા. મોરબી શહેરમાંથી જુના દ્યુંટુ રોડ તરફ ગયેલ હોય જેથી ઘુંટુ ગામ તથા ઉંચી માંડલ ગામ તરફ તપાસ કરતા પો.કોન્‍સ. જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને ખાનગી રાહે હકિકત મળેલ કે આ કામે ચોરી કરનાર મજકુર ઇસમો ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ લઇ ચોરી કરેલ રૂપિયા સગેવગે કરવાની પેરવીમાં હોય અને હળવદ તરફ જવાના હોય જેથી ઉંચી માંડલ ગામે વોચ તપાસમાં રહેતા એક બજાજ ડીસ્‍કવર મોટરસાયકલ રજી નંબર GJ-03-EJ-6665 વાળુ મોરબી તરફથી આવતા તેને રોકી ઝડતી તપાસ કરતા પાછળ બેઠેલ ઇસમ પાસે સદરહું ચોરીમાં ગયેલ કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા હોય જે ગણી જોતા રૂપિયા ૮૨,૯૦૦/- હોય જે બાબતે સદ્યન પુછપરછ કરતા લીલાપર ચોકડી પાસે આવેલ અમરરતન પેટ્રોલપંપ ખાતેથી ચોરી છુપીથી ચોરી કરેલની કબુલાત આપતા હોય જેથી મોટસાયકલ તથા રોકડ રૂપિયા ૮૨,૯૦૦/- કબ્‍જે કર્યા છે.

જયાં આરોપી પિન્‍ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા અને હરેશભાઇ શંકરભાઇ અદ્યારીયા પાસેથી રોકડ રૂપિયા ૮૨,૯૦૦/- તથા ચોરીમાં ઉપયોગ કરેલ ડીસ્‍કવર મો.સા.રજી નંબર GJ-03-EJ-6665 વાળુ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂા.૧૫,૫૦૦/ કબ્‍જે કરવામાં આવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીપિન્‍ટુ ઉર્ફે અજય કમાભાઇ મેથાણીયા વાળા આ પહેલા પણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસના ચોપડે ચડી ચુક્‍યો છે.

આ કામગીરીમાં પોલીસ સ્‍ટાફ પો.સબ.ઇન્‍સ. વી.બી.પીઠીયા તથા પો.હેડ.કોન્‍સ. વી.એસ.ડાંગર તથા પો.કોન્‍સ.જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગઢવી તથા વિજયભાઇ સવસેટા સામેલ હતા.

(1:37 pm IST)