Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્‍યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબીના જુના દ્યુંટુ રોડ ઉપર યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્‍યારે અચાનક જ કૂતરું બાઈક આડે ઉતરતા બેલેન્‍સ ગુમાવતા નીચે પટકાયેલ યુવાનનું મૃત્‍યુ નીપજયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સમર્પણ હોસ્‍પિટલ પાછળ ભક્‍તિનગર સોસાયટીમાં રહેતા જયસુખભાઈ મોહનલાલ ભટીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે તેમના નાના ભાઈ જયેશભાઈ મોહનલાલ ભટી પોતાનું સીડી ડોન હોન્‍ડા જીજે-૦૩- બીએલ- ૯૬૩૩ વાળુ લઈને પોતાના દ્યરે શાંતીવન સોસાયટી તરફ જતા હતા ત્‍યારે જુના દ્યુટુ રોડ પર એર્કોડ સીરામીક સામે રોડ ઉપર કુતરૂ અચાનક આડુ ઉતરતા તેઓ રોડ પર પડી જતા માથાના ભાગે ઇજા થતા મૃત્‍યુ નીપજયું હતું.

રવિરાજ ચોકડી નજીક આધેડનો મૃતદેહ મળી આવ્‍યો

બાયપાસ રોડ પર રવિરાજ ચોકડી નજીક કોઈ અજાણ્‍યો પુરુષ (ઉ.આશરે ૪૫ ) નો મૃતદેહ મળી આવતા તેને પી એમ માટે ખસેડવામાં આવ્‍યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:37 pm IST)