Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજુલાના પીપાવાવમાં ચોરીના ગુન્‍હામાં ૪ શખ્‍સોની ધરપકડ

અમરેલી-રાજુલા, તા.૨: પીપાવાવ મરીન પો.સ્‍ટે. વિસ્‍તારનાં અનડીટેક્‍ટ ધરફોડ, ચોરીના ગુન્‍હાના આરોપીઓને ગણતરીની કલાકોમા અમરેલી એસ.ઓ.જી.ટીમે ઝડપી લીધા છે.

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી અશોકભાઇ કડવાભાઇ સોલંકી, ઉવ.૩૫, રહે.રાજુલા, ભગવતીપરા, જી.અમરેલી, હરેશભાઇ પુનાભાઇ રાઠોડ, ઉવ.૨૧, રહે.હીંડોરણા, વૃંદાવાન હોટલ પાછળ, તા.રાજુલા, જી.અમરેલી, ભીખુભાઇ સોમાભાઇ ચૌહણ ઉવ.૩૦, રહે.ખાંભા, ભગવતીપરા, તા.ખાંભા, જી.અમરેલી, ભરતભાઇ કનુભાઇ દેવીપુજક રહે.લોઠપુર, કોવાયારા રોડ શ્‍યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલીની ધરપકડ કરાઇ છે.

જયારે સાગરભાઇ દેવીપુજક રહે.લોઠપુર, કોવાયા રોડ, શ્‍યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલીની રાજુભાઇ દેવીપુજક, રહે. લોઠપુર, કોવાયા રોડ, શ્‍યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલી શોધખોળ હાથ ધરાઇ છે.

પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે પિપાવાવ મરીન પો.સ્‍ટે., ખાતે સોંપી આપેલ છે.

પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન મુજબ પિપાવાવ મરીન પો.સ્‍ટે., વિસ્‍તારનાં અનડીટેક્‍ટ ઘરફોડ ચોરીનાં ગુન્‍હાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી ર્ંએસ.ઓ.જી.નાં પો.સ.ઇ. એસ.આર.શર્માર્,ં તથા ર્ંએસ.ઓ.જી.ટીમર્નેં સફળતા મળેલ છે.(

(2:06 pm IST)