Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં તહેવારોને લઇને શાંતી સમિતિની બેઠક

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા. ર :  પોલીસ સ્‍ટેશન ખાતે આજરોજ આગામી તા. ૩૧-પ-રર ના રોજ આવનારા ઇદ અને પરશુરામ જયંતિના તહેવારોની ઉજવણી પ્રસંગે શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે માટેની એક મીટીંગનું આયોજન ધ્રોલ પોલીસ સ્‍ટેશન ખાતે ડી.વાય.એસ.પી. કૃણાલ દેસાઇ તથા પી.એસ.આઇ. એમ.એન. જાડેજાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી.  આ શાંતિ સમિતિની બેઠકમાં આગામી તહેવારો શાંતિ પૂર્ણ રીતે યોજાઇ તે માટે હાજર રહેલા આગેવાનોએ ખાત્રી આપી હતી. તેમજ ધ્રોલ શહેરમાં હિંદુ-મુસ્‍લીમ સમાજમાં ભાઇચારાની ભાવના દ્વારા શાંતિ જળવાઇ રહે છે.

આ શાંતી સમિતિની બેઠકમાં ભાજપ પ્રમુખ સમીરભાઇ શુકલ, ભીમજીભાઇ મકવાણા, ગોવિંદભાઇ દલસાણીયા સહિતના આગેવાનો તેમજ મુસ્‍લીમ સમાજના મેમણ જમાતના અગ્રણીઓ અનવરભાઇ દેદરાણી, ફિરોજભાઇ ડોઆણી, ગફુરભાઇ લધાણી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. શાંતિ સમિતિની આ બેઠક સફળતાપૂર્વક આયોજન એલ.આઇ.બી.એ.એસ.આઇ. કનુભાઇ પરમારે કર્યુ હતું. 

(2:08 pm IST)