Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં પરશુરામ ભગવાન જન્‍મોત્‍સવ ઉજવણી માટે આહ્‌વાન બાઇક રેલી

ડીજેના તાલે બ્રહ્મદેવ સમાજ ગુજરાત - જામનગરની ટીમ દ્વારા ફરશી-તલવારના કરતબ : રાસ-ગરબાની રમઝટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગરની ટીમ દ્વારા ભગવાન પરશુરામજી જન્‍મોત્‍સવની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત તા.૧/૦૫/૨૨ રવિવારના સવારે ૯ કલાકે આહવાન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આહવાન બાઈક રેલીને ભાગવતાચાર્ય શાષાીજી અજયભાઈ ભટ્ટ, વ્રજલાલભાઈ પાઠક RSS અગ્રણી અને દક્ષભાઈ ત્રિવેદી દ્વારા ઝંડી આપી બાઈક રેલીનું પ્રસ્‍થાન કરાવવમાંઆવ્‍યું હતું. આ બાઈક રેલી ભીડભંજન મહાદેવ મંદિરથી પ્રારંભ થયો અને શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી. અને બહુ મોટી સંખ્‍યમાં ભુદેવો જોડાયા હતા. બાઈક રેલી દરમિયાન ડીજેના તાલે ફરશી, તલવારના કરતબ કરવામાં આવ્‍યા હતા. અને સાથે સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ બાઈક રેલીમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાતના રાષ્ટ્રિય મહાસચિવ મિલનભાઈ શુક્‍લ સહિતના પ્રદેશના આગેવાનો તેમજ બ્રહ્મદેવ સમાજ રાજકોટ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ત્રીદિવસીય ઉજવણીના અંતર્ગત જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભુદેવોના આરાધ્‍ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામજીના જીવન ચરીત્ર પર પરશુરામ ગાથાનો તા.૦૧/૦૫/૨૨ રવિવારે સાંજે ૪ કલાકે દયાશંકર બ્રહ્મપુરી કેવી રોડ જામનગર ખાતે પ્રારંભ થયો હતો.

આ કથામાં જીતુભાઈ લાલ (એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ટ્રસ્‍ટી), વ્રજલાલભાઈ પાઠક (આરએસએસ અગ્રણી), સુનિલભાઈખેતિયા( રણજીતનગર સમસ્‍ત બ્રહ્મસમાજ પ્રમુખ), ડિમ્‍પલબેન રાવલ ( કોર્પોરેટર વોર્ડ નં ૨), હિરેનભાઈ ત્રિવેદી ( જામનગર પત્રકાર મંડળ પ્રમુખ) , જગતભાઈ રાવલ ( સિનિયર પત્રકાર) કપિલભાઈ પંડ્‍યા (કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન પ્રમુખ) સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગરની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.(તસ્‍વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(2:08 pm IST)