Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં લેઉવા પટેલ સમાજની ચૂંટણીમાં ગદાએ શંખની હવા કાઢી નાખી : પ્રગતિશીલ પેનલે વિઝન પેનલને ત્રણ ડીઝીટ વટવા ન દીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨: જામનગરમાં લેઉવા પટેલ સમાજની રસાકસીભરી ચૂંટણીનું પરિણામ ભારે ઉત્‍સુકતા બાદ જાહેર થયું છે. તત્‍કાલીન પ્રમુખની પ્રગતિશીલ પેનલના ૧૫ સભ્‍યોનો કારોબારી તરીકે જંગી બહુમતીથી વિજય થયો છે.

જામનગરના શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ની ૧૪ એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બાદ લાંબા સમયથી પરિણામની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્‍યારે પ્રતિષ્ઠાનો જંગ સમાન ગણાતી આ ચૂંટણીમાં લેઉવા પટેલ સમાજના જ તત્‍કાલીન પ્રમુખ મનસુખભાઇ રાબડીયા ની પ્રગતિશીલ પેનલ સામે વિઝન પેનલ બનાવી નવ યુવાનો એ ઝંપલાવ્‍યું હતું. પરંતુ પટેલ સમાજના લોકોએ તત્‍કાલીન પ્રમુખ અને તેની કામગીરીને જોઈ-જાણી ફરી એકવાર કારોબારી તરીકે તક આપી છે.

જામનગર સમાજની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલ ની ગદા સામે વિઝન પેનલનો શંખ નિશાન હતું. બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં કુલ ૨૪૬૧ મતદારોએ પોતાનો જનાદેશ આપ્‍યો હતો. જે રવિવારે ૧ મે ના ગુજરાત સ્‍થાપના દિવસ નિમિતે સવારથી ચેરિટી કમિશનરના નિર્ણય બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જુદાજુદા ૬ રાઉન્‍ડમાં પટેલ સમાજના મીટીંગ હોલમાં મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં મતદારોએ ગદા ના નિશાન પર મ્‍હોર મારી પ્રગતિશીલ પેનલ ને જનાદેશ આપ્‍યો હતો જયારે વિઝન પેનલનું નિશાન શંખ હતું. જેમાં મતદારોએ વિઝન પેનલના ઉમેદવારોની વાત કરીએ તો આપેલા મતોની સંખ્‍યા ૮૦૦થી પણ ઓછી રહી હતી. જયારે પ્રગતિશીલ પેનલના ઉમેદવારો ૧૫૦૦ થી ઉપરના મતો મેળવી શંખ ની હવા કાઢી નાખી હતી.

લોકશાહીમાં પટેલ સમાજની તંદુરસ્‍ત ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રગતિશીલ પેનલના મનસુખભાઈ એ વિજયી બન્‍યા બાદ સમાજની એકતા જળવાઈ રહે તે હેતુથી તમામ મતદારોનો આભાર વ્‍યક્‍ત કરી આવનારા સમયમાં સમાજ ઉપયોગી કામની વાત ને આગળ ધપાવવા કહ્યું હતું. જે અન્‍ય સમાજ માટે પણ પ્રેરણારૂપ ગણી શકાય.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૨.૩૭)

જામનગરમાં પટેલ સમાજની સતા મેળવવા પ્રકાશ દોંગાની પેનલની કારમી પરાજય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨:  જામનગરમાં લેઉવા પટેલ સમાજ ની પ્રતિષ્ઠા સમાન ચૂંટણીમાં ફરી એકવાર પ્રગતિશીલ પેનલ ના મનસુખભાઈ અને તેની ટીમ ઉપર સમાજના નાના મોટા દરેક લોકોએ વિશ્વાસ મૂકી ધૂરા સોંપી છે. જયારે સૌપ્રથમ વખત સમાજમાં ચૂંટણીના બીજ રોપનાર અને પટેલ સમાજના લોકોને વિઝન દેખાડી વિઝન પેનલ શંખ સાથે ઊભા રહેલ એડવોકેટ પ્રકાશ દોંગાની ટીમના સભ્‍યો ત્રણ ડિજિટલ પહોંચ્‍યા નહોતા. અને કારમો પરાજય થયો હતો. એક તરફ સારી સારી વાતો કરી સમાજમાં નવી દિશા ને લઈ જવા માટે વિઝન દેખાડતા પ્રકાશ દોંગાની ટીમનો વિઝન લેઉવા પટેલ સમાજના મતદારો એ સ્‍વીકાર્યું નથી. અને ચૂંટણી ચિહ્ન શંખની હવા કાઢી નાખી છે. જયારે ગદા એ ભારે બહુમતીથી જીત હાંસલ કરી છે.

(2:09 pm IST)