Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સાવરકુંડલાના પોકસોના ગુન્‍હામાં નાસ્‍તો-ફરતો પ્રવિણ ઉર્ફે બાટલી મકવાણા ઝડપાયો

અમરેલી-સાવરકુંડલા, તા.૨: અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેર્બં નાઓએ વધુમાં વધુ ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે ર્ંપેરોલ ફર્લો સ્‍ક્‍વોર્ડ અમરેલી પો.સબ.ઇન્‍સ. શ્રી પી.બી.લક્કર્ડંᅠ એ.એસ.આઇ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના વંડા એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૭૬/૨૦૨૧ આઈ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ. મુજબ અપહરણ તથા પોકસોના ગુન્‍હાના લીસ્‍ટેડ નાસતા ફરતા આરોપીને સુરત મુકામેથી પકડી પાડેલ.

પ્રવિણ ઉર્ફ બાટલી ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો-હિરાઘસવાનો રહે.મુળ-હાથસણી તા.પાલીતાણા જી.ભાવનગર હાલ-શેલણા તા.સાવરકુંડલા જી.અમરેલીવાળા તથા ભોગ બનનારને સુરતથી પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા વંડા પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્‍ક્‍વોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. પી.બી.લક્કડ, પેરોલ ફર્લો સ્‍ટાફ દ્રારા વંડા પોલીસ સ્‍ટેશનના અપહરણ તથા પોકસોના ગુન્‍હાના લીસ્‍ટેડ નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢેલ છે.

(2:11 pm IST)