Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે જુનાગઢ બીએપીએસ અક્ષર મંદિર ખાતે બીએપીએસ સ્‍વામીનારાયણ વિદ્યામંદિરનો લોકાર્પણ સમારંભ

સંસ્‍કાર અને જ્ઞાનના સમન્‍વય સાથે શિક્ષણ આપતી બીએપીએસ સ્‍વામીનારાયણ વિદ્યામંદિરનો સંસ્‍થાના વરિષ્‍ઠ સદગુરૂવર્ય સંત પુજય ભકિતપ્રિય સ્‍વામીના વરદ હસ્‍તે શુભારંભઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા સંતો

ઉપરોકત તસ્‍વીરમાં બીએપીએસ સ્‍વામીનારાયણ વિદ્યામંદિરનું નવનિર્મિત બિલ્‍ડીંગ અને પત્રકાર પરિષદમાં વિગતો આપતા કોઠારી ધર્મવિનયદાસ સ્‍વામી સાધુ જ્ઞાન રત્‍નદાસ સ્‍વામી તથા સાધુ વેદપ્રકાશદાસ સ્‍વામી નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ) (૭.ર૬)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : પરબ્રહ્મ ભગવાન શ્રી સ્‍વામીનારાયણના આશીવાદ બ્રહ્મસ્‍વરૂપ, પ્રમુખસ્‍વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થા વિવિધ નૈતિક, શૈક્ષણિક, સામાજિક, સાંસ્‍કૃતિક તથા આધ્‍યાત્‍મિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે તે જ શંૃખલામાં જુનાગઢ શહેરમાં નુતન બીએપીએસ સ્‍વામીનારાયણ વિદ્યામંદિરનો શુભારંભ થવા જઇ રહયો છે. જેમાં સંસ્‍થાના વરિષ્‍ઠ સદગુરૂવર્ય સંત પુજય ભકિતપ્રિય સ્‍વામીની પુનિત ઉપસ્‍થિતિમાં લોકાર્પણ સમારંભ થશે. આ સમારંભ અંતર્ગત વિશેષ લાભ આપવા માટે સંસ્‍થાના વિદ્યાન સંતવકતા અને મોટીવેશનલ સ્‍પીકર પુજય જ્ઞાનવત્‍સલ સ્‍વામી પોતાની રસાળ શૈલીમાં લાભ આપશે.

તા.૩ મે, અખાત્રીજના પરમ પવિત્ર દિવસે મંદરનો ૧૬મો પાટોત્‍સવ અને વિદ્યામંદિરનો લોકાર્પણ સમારંભ યોજાઇ રહયો છે. જેમાં સંસ્‍થાના વરિષ્‍ઠ સદગુરૂ વર્ય સંત પુજય ભકિતપ્રિય સ્‍વામીની પુનિત ઉપસ્‍થિતિમાં સવારે ૬.૩૦ થી ઠાકોરજીનો મંદિરમાં પંચામૃત અભિાષેકથી પ્રારંભ કરીને એક ભવ્‍ય મહાપુજા યોજાશે. સાંજે પ.૩૦ કલાકે વિદ્યામંદિર ઉદઘાટન અને સાંજે ૬ થી ૮ દરમિયાન મુખ્‍ય સભા યોજાશે. જેમાં સંસ્‍થાના વરિષ્‍ઠ વિદ્યાન સંતવકતા અને મોટીવેશનલ સ્‍પીકર પુજય જ્ઞાનવત્‍સલ સ્‍વામી પણ પધારીને વકતવ્‍ય આપવાના છે.

આ લોકાર્પણ સમારોહમાં સંસ્‍થાના વરિષ્‍ઠ સદગુરૂવર્ય સંત પુજય ભકિતપ્રિય સ્‍વામી આશીવચન પાઠવશે. આ પ્રસંગે જુનાગઢ મંદિરમાં સંસ્‍થાના અન્‍ય મંદિરોમાંથી પુજય કોઠારી સંતો તથા અન્‍ય પુજય  સંતો મહંતો અને આમંત્રીત મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

લોકાર્પણ થયેલ આ બીએપીએસ સ્‍વામીનારાયણ વિદ્યામંદિર ગુજરાતી અને અંગ્રેજીબંને માધ્‍યમમાં નર્સરી, જુ.કેજી, સિ. કેજીથી શરૂ કરી ધો.૧ થી ૧૦, ૧૧, ૧ર સાયન્‍સ કોમર્સનું શિક્ષણ પુરૂ પાડશે. અદ્યતન સુવિધાઓથી સજજ આ સંકુલ ઓડિયો-વિઝયુઅલ વાતાનુકુલિત કલાસરૂમ, લાઇબ્રેરી, કમ્‍પ્‍યુટર લેબ, રમતો માટે વિશાળ મેદાન મેડીકલ સુવિધા, સીસીટીવીથી સજજ સમગ્ર કેમ્‍પસનું  સતત મોનીટરીંગ ધરાવે છે. કેમ્‍પસમાં વિદ્યાર્થીઓ માટે  વિવિધ આઉટડોર એકટીવીટી ઇન્‍ડોર એકટીવીટી જેમાં સંગીત આર્ટ એન્‍ડ ક્રાફટ યોગ અને મેડીટેશન જેવી વિવિધ એકટીવીટીઓ યોજાશે. સમયાંતરે શૈક્ષણિક પ્રવાસ અને ફિલ્‍ડટ્રીપનું આયોજન થશે. વિશેષ તો કેમ્‍પસમાં વિદ્યાર્થીઓને અધ્‍યાત્‍મ સાથેના મુલ્‍યનિષ્‍ઠ શિક્ષણ દ્વારા વ્‍યકિતત્‍વ વિકાસ માટે સંતોનું સતત માર્ગદર્શન તેમજ અવાર નવાર મુલ્‍યો અને ચારિત્ર્યનું ઘડતર કરાવતા મોટીવેશનલ સ્‍પીકરનું માર્ગદર્શન પણ મળતુ રહેશે. આજના યુગમાં બાળકો કેવી રીતે લક્ષણ સહિતનું શિક્ષણ, સંસ્‍કાર સહિતનું શિક્ષણ મેળવીને શિક્ષિતની સાથે દીક્ષિત થાય તે માટે પ્રમુખ સ્‍વામી મહારાજ તથા મહંત સ્‍વામી મહારાજ અને બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થા પ્રેરિત આ વિદ્યામંદિર સંકુલ શિક્ષણ દ્વારા સમાજ ઉત્‍કર્ષનું કામ કરશે.

(2:14 pm IST)