Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડી તેમજ રંગોળીથી સજાવ્‍યો : હેલીકોપ્‍ટરથી પુષ્‍પવર્ષા

  જામનગર : આંગણે રવિવાર ૧લી મેના દિવસથી પ્રારંભ થયેલી પૂજ્‍ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ ના પ્રારંભે યજમાન પરિવારના ધારાસભ્‍ય  ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)ના નિવાસ્‍થાનેથી નીકળેલી પોથીયાત્રા કે બ્રુકબોન્‍ડ માર્ગ અને ત્‍યાર પછી પંડિત નહે માર્ગ પર પ્રવેશી, અને ત્‍યાંથી છેક જિલ્લા પંચાયત સર્કલ અને કથા સ્‍થળ સુધી પહોંચી જે સમગ્ર માર્ગ પર ઠેરઠેર પુષ્‍પવળષ્ટિ કરાઈ હતી, અને ઠેર ઠેર રંગોળીથી માર્ગને સજાવી દેવાયો હતો. જે જામનગરના ઇતિહાસ માટેનો યાદગાર દિવસ બન્‍યો છે.  પોથીયાત્રા પ્રારંભ થઇને મુખ્‍ય માર્ગ પર આવી દરમિયાન આકાશમાંથી હેલિકોપ્‍ટર દ્વારા ભારે માત્રામાં પુષ્‍પવળષ્ટિ કરવામાં આવી હતી, અને હેલિકોપ્‍ટરમાં જ બેઠેલા યજમાન પરિવાર ના સભ્‍યો દ્વારા હવામાં ચક્કર લગાવીને પોથીયાત્રા પર ભારે પ્રમાણમાં પુષ્‍પવળષ્ટિ કરવામાં આવી હતી, અને પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડીઓ થી છવાયો હતો. સાથો સાથ રથયાત્રાના માર્ગ પર અનેક સ્‍થળે વિવિધ સંસ્‍થાઓ, જ્ઞાતિ મંડળોના આગેવાનો દ્વારા મોટા પ્રમાણમાં પુષ્‍પવળષ્ટિ કરવામાં આવી હતી.  સાથોસાથ પોથીયાત્રાના માર્ગમાં આવતા અનેક ચોકમાં રંગબેરંગી રંગોળી બનાવાઈ હતી, અને સમગ્ર છોટીકાશી ભક્‍તિસભર વાતાવરણમાં પરિવર્તિત થઇ હતી. જે જામનગર માટેનો યાદગાર દિવસ બન્‍યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા)  

(2:16 pm IST)