Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞના શ્રોતાઓને તરબોળ કરતા રમેશભાઇ ઓઝા

જામનગર : પ્રવર્તમાન સમયના વ્‍યાસપીઠ પરના વક્‍તાઓ વેદ, પુરાણ, ઉપનિષદ, શ્રીમદ્‌ ભાગવત, રામચરિતમાનસના મુખ્‍ય કથાનક ઉપરાંત પણ પ્રાસંગિક સામાજિક, રાજકીય, સાંસારિક, અખબારી અહેવાલોની મહત્‍વની ઘટનાઓ સમયોચિત વર્ણવીને શ્રોતાગણને જકડી રાખવા હોય છે.ᅠ પૂ. રમેશભાઈ ઓઝાના વક્‍તવ્‍યમાં પણ જામનગરના શ્રોતાઓએ આવી ખૂબી ભરપૂર માણી હતી. તેઓએ કોરોના કાળના સમયમાં પ્રત્‍યેક પરિવારમાં ઉદભવેલા ઘરના બંધિયારપણાંમાંથી મૂક્‍તિ મેળવવાના લોકોના તત્‍કાલીન ઉપાયો રસપ્રદ રીતે વર્ણવ્‍યા હતા. અખબારના આખા પાનાનો અહેવાલ પણ જે અસર ઉપજાવી ના શકે, તેવી સચોટ અસર એક કાર્ટૂન કરી શકે. તેમ કહી વ્‍યંગચિત્રની મહત્તા વર્ણવી હતી. અત્‍યંત તાપ (ગરમી), અલ્‍પવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિના દિવસોમાં પ્રસિધ્‍ધ થતી અખબારોની હેડલાઇન કહી રમૂજ જન્‍માવી હતી. ભાગવત કથામાં આવતા રુક્‍મિણી વિવાહ અને ઓખાહરણના પ્રસંગોને વર્તમાન સમયના સામાજિક વ્‍યવહારોને જોડ્‍યા હતા.ᅠ સમૃધ્‍ધ મંદિરોના નિર્માણની સાથોસાથ વૃક્ષો વાવવાની બાબતને પ્રાધાન્‍ય આપી એક વૃક્ષ એ મંદિર, ધર્મશાળા, દવાખાનું તેમજ અન્નક્ષેત્રની કઈ રીતે ગરજ સારે ? તેની વિશદ્‌ છણાવટ કરી હતી. ‘અતિ સર્વત્ર વર્જયેત' ની ગહન ભૂમિકા સમજાવવા માટે જો આ ભાગવત કથા ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહે, તો કેવી પરિસ્‍થિતિ જન્‍મે તેનું રસિક વર્ણન કરી શ્રોતાઓને હળવાફૂલ કર્યા હતા. જામનગરમાં ધારાસભ્‍ય હકુભા જાડેજા ના માતૃશ્રી મનહરબા જાડેજાની સ્‍મૃતિમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં છેલ્લા બે દિવસથી માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને શ્રીમદ ભાગવત કથાના વ્‍યાસન થી પૂજય ભાઈશ્રીના મુખે કથાનો લાભ લઇ રહ્યા છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(2:19 pm IST)