Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમરેલી જિલ્લાના ખાંભા(ગાયકવાડી) ગામમાં પવન સાથે વરસાદ : સાર્વત્રિક પાણી..પાણી...: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.2 : અમરેલી જિલ્લાના ખાંભા(ગાયકવાડી) ગામે આ લખાઇ રહ્યુ છે ત્યારે બપોરે ચાર વાગ્યે પવન સાથે વરસાદ ખાબકયો છે.સાર્વત્રિક પાણી..પાણી નજરે પડે છે.કાળઝાળ ગરમીથી સતત શેકાતા ખાંભા(ગાયકવાડી)ના લોકોએ વરસાદના આગમનથી ઠંડક અનુભવી છે.

    જોકે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અસહ્ય ઉકળાટ સાથે ધોમધખતો તાપ પડી રહ્યો છે.(વિડીયો : રિઝવાન બ્લોચ,ખાંભા)

(5:02 pm IST)