Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમરેલીના ખાંભા,સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા :સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ : ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા: ખાંભા પંથકમા ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદ:રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા : રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લાના કમોસમી વરસાદ વરસ્યો છે, જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.  બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે.

  ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.

અમરેલી સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો.

   
(8:02 pm IST)